Not Set/ રાષ્ટ્રપતિ કોવિંદે સંસદ અભિભાષણમાં ભારતની અર્થવ્યવસ્થાને લઇને કહી આ વાત

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ગુરુવારે સંસદનાં બંને સદનોની સંયુક્ત બેઠકને સંબોધિત કરતા કહ્યું કે, ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટનાં સંદર્ભમાં દેશ દુનિયાનો પાંચમો સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાની તરફ જઈ રહ્યો છે અને અમારો વર્ષ 2024 સુધી 5,000 અરબ ડોલરની અર્થવ્યવસ્થા બનવાનો લક્ષ્ય છે. તેમણે કહ્યું કે, સુધારણા પ્રક્રિયા ઉચ્ચ આર્થિક વૃદ્ધિદર જાળવી રાખવા માટે સુધાર પ્રક્રિયા ચાલુ રહેશે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કહ્યુ […]

India
રાષ્ટ્રપતિ કોવિંદે સંસદ અભિભાષણમાં ભારતની અર્થવ્યવસ્થાને લઇને કહી આ વાત

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ગુરુવારે સંસદનાં બંને સદનોની સંયુક્ત બેઠકને સંબોધિત કરતા કહ્યું કે, ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટનાં સંદર્ભમાં દેશ દુનિયાનો પાંચમો સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાની તરફ જઈ રહ્યો છે અને અમારો વર્ષ 2024 સુધી 5,000 અરબ ડોલરની અર્થવ્યવસ્થા બનવાનો લક્ષ્ય છે. તેમણે કહ્યું કે, સુધારણા પ્રક્રિયા ઉચ્ચ આર્થિક વૃદ્ધિદર જાળવી રાખવા માટે સુધાર પ્રક્રિયા ચાલુ રહેશે.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કહ્યુ કે, GDPનાં સંદર્ભમાં ભારત દુનિયાની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા માટે અગ્રેસર છે અને અમારો વર્ષ 2024 સુધી 5,000 અરબ ડોલરની અર્થવ્યવસ્થા બનવાનો લક્ષ્ય છે. રાષ્ટ્રપતિએ કહ્યું કે, લોકોનાં જીવનસ્તરમાં સુધારામાં આર્થિક વિકાસ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આજે ભારત દુનિયાની તીવ્ર આર્થિક વૃદ્ધીવાળી અર્થવ્યવસ્થામાંનો એક છે. ફુગાવો ઓછો છે, રાજકોષીય ખોટ અંકુશમાં છે. વિદેશી મુદ્રા ભંડાર વધી રહ્યું છે અને ‘મેક ઇન ઇન્ડિયા’નો પ્રભાવ એક દમ સાફ છે.

2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી

કૃષિ વિશે તેમણે કહ્યુ કે, ખેડૂતોની છેલ્લાં પાંચ વર્ષમાં એટલે કે 2022 સુધી બેગણી આવક માટે ઘણાં પગલાં લેવામાં આવ્યા છે. જેમાં ન્યૂનતમ સમર્થન કિંમત વધારવા અને ખાદ્ય પ્રોસેસિંગ સેક્ટરમાં 100 ટકા વિદેશી સીધા રોકાણ (એફડીઆઈ)ની મંજૂરીનો સમાવેશ છે. તદઉપરાંત દશકોથી અટકી સિંચાઈ પરિયોજનાઓનું કામ પૂરુ કરવામાં આવ્યુ અને પાક વીમા યોજના લાગૂ કરવામાં આવી છે.

રાષ્ટ્રપતિએ કહ્યુ કે, આ સમયે પ્રધાનમંત્રી ખેડૂત સમ્માન નિધિ મહત્વપૂર્ણ છે. જેના દ્વારા માત્ર ત્રણ મહિનામાં 12,000 કરોડ રૂપિયા વહેંચાયા છે. આ યોજના હેઠળ હવે દરેક ખેડૂતોને લાવવામાં આવ્યા છે. જેના પર અંદાજે 90,000 કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો અંદાજ છે.

તેમના સંબોધનમાં, રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે, સરકારે ખેડૂતોનાં ફાયદા માટે કૃષિ નીતિનાં ઉત્પાદન સાથે આવક કેન્દ્રિત કરી છે. તેઓએ કહ્યું કે, જીએસટી લાગુ થવાથી એક દેશ, એક કર, એક બજારનો વિચાર સાકાર થયો છે. અમે જીએસટીને વધુમાં વધુ સરળ બનાવાનો પ્રયાસ ચાલુ રાખીશું. ડાયરેક્ટ બેનિફિટ ટ્રાંસ્ફર (ડીબીટી) નો ઉલ્લેખ કરતા તેમણે જણાવ્યું હતું કે, અત્યાર સુધી ડીબીટીને કારણે, અત્યાર સુધીમાં 1 લાખ 41 હજાર કરોડ રૂપિયા ખોટા હાથોમાં જવાથી બચી ગયા છે. આશરે 8 કરોડ ખોટા લાભાર્થીઓનાં નામો દૂર કરવામાં આવ્યા છે.

રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે, કાળા નાણાં સામે શરૂ કરવામાં આવેલી ઝુંબેશને ઝડપી ગતિએ આગળ ધપાવવામાં આવશે. છેલ્લા 2 વર્ષોમાં, 4 લાખ 25 હજાર ડિરેક્ટર્સને અયોગ્ય ઠેરવવામાં આવ્યા છે અને 3,50,000 શંકાસ્પદ કંપનીઓની નોંધણી રદ્દ કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.