Not Set/ અરર.. માતાની હત્યા કરી માથું વાઢયું, મગજને પણ રાંધવા જઇ રહ્યો હતો નરાધમ

છત્તીસગઢ, છત્તીસગઢમાં એક રાયગઢ નામનો જિલ્લો છે. રાયગઢના ખરસીયા વિસ્તારની એક ખૂબ જ ભયાનક ઘટના સામે આવી છે. 50 વર્ષીય ફુલો બાઇ બોતલ્દા કુધરીપરા ગામમાં તેના બે પુત્રો અને પુત્રવધૂ સાથે રહેતી હતી. ફૂલો બાઇનો મોટો પુત્ર સીતારામ ઉરાંવ માનસિક દર્દી છે. તે પરણ્યો નહતો. 27 ઓગસ્ટની સાંજે સીતારામ ઘરે આવ્યો હતો અને તેની માતા […]

India
aaaaaaaaaaamahi 5 અરર.. માતાની હત્યા કરી માથું વાઢયું, મગજને પણ રાંધવા જઇ રહ્યો હતો નરાધમ

છત્તીસગઢ,

છત્તીસગઢમાં એક રાયગઢ નામનો જિલ્લો છે. રાયગઢના ખરસીયા વિસ્તારની એક ખૂબ જ ભયાનક ઘટના સામે આવી છે. 50 વર્ષીય ફુલો બાઇ બોતલ્દા કુધરીપરા ગામમાં તેના બે પુત્રો અને પુત્રવધૂ સાથે રહેતી હતી. ફૂલો બાઇનો મોટો પુત્ર સીતારામ ઉરાંવ માનસિક દર્દી છે. તે પરણ્યો નહતો.

27 ઓગસ્ટની સાંજે સીતારામ ઘરે આવ્યો હતો અને તેની માતા પાસેથી દારૂ પીવા માટે પૈસા માંગવા લાગ્યો હતો. જ્યારે ફૂલો બાઇએ પૈસા આપવાની ના પાડી ત્યારે સીતારામે તેની માતા પર કુહાડી વડે હુમલો કર્યો હતો. ફૂલો બાઇનું માથું ફાટી ગયું હતું. અને ભેજો બહાર આવી ગયો હતો. આટલું કર્યા છતાં પણ તેને ટાઢક થઈ નહોતી.

ક્રૂરતાની હદ પાર કરતી વખતે સીતારામ તેની માતાના ભેજાને બહાર નીકળી કડાઈમાં મૂકી દીધો. તેણે ભેજાના અનેક ટુકડાઓ કર્યા અને તેની બનવાની તૈયાર કરવાનું શરૂ કર્યું. ત્યાં સુધીમાં તેના ભાઈની પત્ની આવી ગઈ. જેને જોઈ સીતારામ ઘરેથી ભાગી ગયો હતો. ફૂલો બાઇની પુત્રવધૂએ તેના પતિને આખી વાત જણાવી પોલીસને જાણ કરી.

પોલીસ ઘટના સ્થળે પહોંચી ત્યારે તેઓ સ્તબ્ધ થઈ ગયા હતા. સીતારામની ગામના ઘરમાંથી ધરપકડ કરવામાં આવી હતી. પૂછપરછ દરમિયાન તેણે જણાવ્યું કે તે તેની માતાના ભેજાની રાંધીને જમવા માંગે હતો. ખરસીયા પોલીસ સ્ટેશનના એસ.ડી.ઓ.પી. ગરીમા દ્વિવેદીએ જણાવ્યું હતું.

तस्वीर इतनी वीभत्स है कि जिसे हम आपको दिखा नहीं सकते.

ફૂલો બાઇની હત્યા તેના પુત્ર દ્વારા કરવામાં આવી હતી. તેનો પુત્ર માનસિક દર્દી છે. તેણે દારૂ માટે પૈસા માંગ્યા હતા અને જ્યારે તેને પૈસા ન મળ્યા હતા ત્યારે તેણે તેની માતાની હત્યા કરી હતી. તેણે માતાના મગજને નુકસાન પહોંચાડ્યું હતું. પોલીસે તેની ધરપકડ કરી છે. આગળની કાર્યવાહી હાથ ધરી છે.

સીતારામ સામે આઈપીસીની કલમ 302 હેઠળ કેસ દાખલ કરાયો છે. અગાઉ તે હંમેશાં તેની માતા અને ભાઈને માર મારતો હતો. આ તકરારને કારણે તેનો ભાઈ તેની પાસેથી અલગ રહેવા લાગ્યો. પરંતુ માતા ફૂલો બાઇ સીતારામ સાથે રહેતા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.