Not Set/ દિલ્હી/ ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાનાં OSD લાંચ લેતાં રંગે હાથે ઝડપાયો, CBIએ કરી ધરપકડ

ગુરુવારે મોડી રાત્રે સીબીઆઈએ દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાના ઓએસડીની લાંચ લેવાના આરોપમાં ધરપકડ કરી છે.અંદામાન નિકોબાર આઈસલેન્ડ સિવિલ સર્વિસેઝ એટલે કે દાનિક્સ ઓફિસર ગોપાલને 2 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાયો છે. 2015 થી, ગોપાલ કૃષ્ણ માધવ મનીષ સિસોદિયાની ઓફિસમાં પોસ્ટ કરાઈ હોવાનું કહેવાય છે. પીટીઆઈ અનુસાર, ગોપાલ કૃષ્ણ માધવનું નામ સત્તાવાર વેબસાઇટ પર […]

Top Stories India
Untitled 60 દિલ્હી/ ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાનાં OSD લાંચ લેતાં રંગે હાથે ઝડપાયો, CBIએ કરી ધરપકડ

ગુરુવારે મોડી રાત્રે સીબીઆઈએ દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાના ઓએસડીની લાંચ લેવાના આરોપમાં ધરપકડ કરી છે.અંદામાન નિકોબાર આઈસલેન્ડ સિવિલ સર્વિસેઝ એટલે કે દાનિક્સ ઓફિસર ગોપાલને 2 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાયો છે. 2015 થી, ગોપાલ કૃષ્ણ માધવ મનીષ સિસોદિયાની ઓફિસમાં પોસ્ટ કરાઈ હોવાનું કહેવાય છે. પીટીઆઈ અનુસાર, ગોપાલ કૃષ્ણ માધવનું નામ સત્તાવાર વેબસાઇટ પર દિલ્હીના નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયાના ઓએસડી તરીકે સૂચિબદ્ધ છે.

અધિકારીઓના મતે, ગોપાલ કૃષ્ણ માધવને જીએસટી સંબંધિત કેસમાં બે લાખ રૂપિયાની લાંચ લેતી વખતે મોડી રાત્રે ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ બાદ માધવને તુરંત પૂછપરછ માટે સીબીઆઈ હેડક્વાર્ટર લઈ જવામાં આવ્યા હતા. આ કેસની તપાસ ચાલી રહી છે.

એક દિવસ પછી દિલ્હીની ચૂંટણી માટે મતદાન થવાનું છે ત્યારે સીબીઆઈએ ગોપાલ કૃષ્ણ માધવની ધરપકડ કરી છે. ગુરુવારે દિલ્હી ચૂંટણીના પ્રચારનો અંતિમ દિવસ હતો. આવતીકાલે 8 ફેબ્રુઆરીએ દિલ્હી વિધાનસભા માટે મતદાન યોજાશે.

શનિવારે 8 ફેબ્રુઆરી વિધાનસભાની 70 બેઠકો માટે 2688 મતદાન મથકો પર મતદાન થશે. મતની ગણતરી 11 ફેબ્રુઆરીએ થશે. તે પછી નક્કી કરવામાં આવશે કે કોણ દિલ્હીની ગાદી પર વિરાજમાન થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.