Not Set/ બાલાકોટમાં ફરી આતંકી કેમ્પ સક્રિય, આ ખતરનાક આતંકી આપી રહ્યો છે ટ્રેનિંગ

પાકિસ્તાનના પીઓકેના બાલાકોટમાં કેટલાક આતંકી કેમ્પ ફરીથી સક્રિય થઈ ગયા છે. મળતી માહિતી મુજબ, ભારત પર હુમલા માટે મસૂદ અઝહરનો સાળો 27 આતંકીઓને ટ્રેનિંગ આપી રહ્યો છે. FATF ની બેઠક બાદ પાકિસ્તાનની પોલ ફરી ખુલી ગઈ છે. ગુપ્તચર એજન્સીઓના રિપોર્ટ અનુસાર, બાલાકોટ સ્થિત જૈશનો ટેરર કેમ્પ ફરી સક્રિય થઈ ગયા છે. સુત્રો દ્વારા મળતી માહિતી […]

Top Stories India
Untitled 207 બાલાકોટમાં ફરી આતંકી કેમ્પ સક્રિય, આ ખતરનાક આતંકી આપી રહ્યો છે ટ્રેનિંગ

પાકિસ્તાનના પીઓકેના બાલાકોટમાં કેટલાક આતંકી કેમ્પ ફરીથી સક્રિય થઈ ગયા છે. મળતી માહિતી મુજબ, ભારત પર હુમલા માટે મસૂદ અઝહરનો સાળો 27 આતંકીઓને ટ્રેનિંગ આપી રહ્યો છે.

FATF ની બેઠક બાદ પાકિસ્તાનની પોલ ફરી ખુલી ગઈ છે. ગુપ્તચર એજન્સીઓના રિપોર્ટ અનુસાર, બાલાકોટ સ્થિત જૈશનો ટેરર કેમ્પ ફરી સક્રિય થઈ ગયા છે. સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ, બાલાકોટમાં ભારત પર હુમલો કરવા માટે જૈશના 27 આતંકવાદીઓ તૈયાર છે. આ 27 આતંકીઓમાંથી 19 પાકિસ્તાની આતંકવાદી છે અને 8 પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર એટલે કે પીઓકેથી છે.

ગુપ્તચર અહેવાલ મુજબ, બાલાકોટના આ આતંકી શિબિરોના પ્રભારી મસુદ અઝહરનો સાલો યુસુફ અઝહરને બનાવવામાં આવ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, જૈશ કમાન્ડર ઝુબૈરને બાલાકોટ તેમજ અફઘાનિસ્તાનમાં સક્રિય એવા આતંકવાદીઓને ટ્રેનિંગ આપવાની જવાબદારી સોંપવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.