Not Set/ મોહન ભાગવત : કોઈ યુદ્ધ નથી થઇ રહ્યું તો શા માટે સૈનિકો દેશની સીમા પર શહીદ થઇ રહ્યા છે !

નાગપુર આરએસએસના પ્રમુખ મોહન ભાગવતે ગુરવારે એક કાર્યક્રમમાં સેનાના જવાનોના શહીદી વિષે નિવેદન આપ્યું હતું. ભાગવતે સવાલ ઉઠાવતા કહ્યું કે દેશમાં કોઈ પણ પ્રકારનું યુદ્ધ નથી થઇ રહ્યું તેમ છતાં દેશની સીમા પર સૈનિકો શહીદ થઇ રહ્યા છે. એનું કારણ બીજું કોઈ નહી પરંતુ આપણે સરખી રીતે કામ નથી કરી રહ્યા તે છે. M Bhagwat:Yahan […]

Top Stories India Trending
Mohan Bhagvat PTI L 2 મોહન ભાગવત : કોઈ યુદ્ધ નથી થઇ રહ્યું તો શા માટે સૈનિકો દેશની સીમા પર શહીદ થઇ રહ્યા છે !

નાગપુર

આરએસએસના પ્રમુખ મોહન ભાગવતે ગુરવારે એક કાર્યક્રમમાં સેનાના જવાનોના શહીદી વિષે નિવેદન આપ્યું હતું. ભાગવતે સવાલ ઉઠાવતા કહ્યું કે દેશમાં કોઈ પણ પ્રકારનું યુદ્ધ નથી થઇ રહ્યું તેમ છતાં દેશની સીમા પર સૈનિકો શહીદ થઇ રહ્યા છે. એનું કારણ બીજું કોઈ નહી પરંતુ આપણે સરખી રીતે કામ નથી કરી રહ્યા તે છે.

જો આવું થાત તો કોઈ યુદ્ધ પણ ન થાત અને કોઈ સૈનિકને દેશ માટે શહીદ પણ ન થવું પડત પરંતુ હાલ આવું થઇ રહ્યું છે. જો વાતને યોગ્ય બનાવવી છે તો દેશને મોટો બનાવવો પડશે અને દેશ માટે જીવવું શીખવું પડશે.

વધુમાં તેમણે કહ્યું કે જો લડાઈ થાય તો આખા સમાજને લડવું પડે છે. સીમા પર સૈનિક જાય છે અને સૌથી મોટા જીવનું જોખમ ઉપાડે છે. ખતરો ઉપાડ્યો છતાં તેમની હિમ્મત કાયમ રહે છે. જો તેઓ દેશ માટે શહીદ થઇ જાય તો તેમના પરિવારને કોઈ પણ પ્રકારની કમી ન રહે તેનું ધ્યાન રાખવું એ સમાજની જવાબદારી છે. પોતાના દેશ માટે જીવ આપવાનો એક સમય હતો ત્યારે સ્વતંત્રતા નહતી.

દેશ આઝાદ થયો હોવા છતાં પણ દેશની સીમા પર સૈનિકોને જીવ આપવો પડે છે અને યુદ્ધ ચાલુ જ રહે છે. દેશની સીમા પર જે ચાલી રહ્યું છે તેને રોકવા માટે અને દેશને મહાન બનાવવા માટે એક કદમ ઉઠાવવો પડશે.