Not Set/ અમે ભારતને બાળી શકીએ છીએ…વાંચો આવી ધમકીઓ કોણ આપી રહ્યું છે

મુઝફ્ફરનગર, ભીમ આર્મીના સ્થાપક ચંદ્રશેખર આઝાદ ઉર્ફે રાવણએ મુઝફ્ફરનગરમાં અનુસૂચિત જનજાતિ માટેના ખાસ મંચ પરથી બોલતા જણાવ્યું હતું કે, જો અમે ભારતને બંધ કરવા માટે જાણીતા છીએ, તો અમે ભારતને બાળી પણ શકીએ છીએ. સરકાર અમારી ધીરજનો પરીક્ષા ના લે. અમારી સતામણી કરવાની પણ એક સીમા પણ હોય છે. ઉચ્ચ જાતિઓને આપવામાં આવેલા 10% અનામત અંગે બોલતાં, ચંદ્રશેખર આઝાદે કહ્યું […]

India
mmo 11 અમે ભારતને બાળી શકીએ છીએ...વાંચો આવી ધમકીઓ કોણ આપી રહ્યું છે

મુઝફ્ફરનગર,

ભીમ આર્મીના સ્થાપક ચંદ્રશેખર આઝાદ ઉર્ફે રાવણએ મુઝફ્ફરનગરમાં અનુસૂચિત જનજાતિ માટેના ખાસ મંચ પરથી બોલતા જણાવ્યું હતું કે, જો અમે ભારતને બંધ કરવા માટે જાણીતા છીએ, તો અમે ભારતને બાળી પણ શકીએ છીએ. સરકાર અમારી ધીરજનો પરીક્ષા ના લે. અમારી સતામણી કરવાની પણ એક સીમા પણ હોય છે.

ઉચ્ચ જાતિઓને આપવામાં આવેલા 10% અનામત અંગે બોલતાં, ચંદ્રશેખર આઝાદે કહ્યું કે આરક્ષણના નામ હેઠળ બંધારણની હત્યા થઇ રહી છે. સરકાર મનુ સ્મુતિને ફરીથી લાગુ કરવા માંગે છે.

ગઠબંધન પર બોલતાં, ચંદ્રશેખર આઝાદે કહ્યું કે આ ગઠબંધનમાં કેટલીક ભૂલો છે. હું ગઠબંધન એટલા મજબૂત બનાવવા માંગુ છું કે જેના કારણે ભાજપ પણ એક પણ બેઠક જીતી શકે નહી. બંધારણની હત્યા કરનાર પાર્ટી ભાજપનો સંસદમાં એક પણ એમપી હોવો જોઈએ નહીં. અમે આ ગઠબંધનના લોકોને કહીને આને ઠીક કરવાનો પ્રયત્ન કરીશું.દરેક પાર્ટીના ઓબીસી સભ્યો પણ આવવા જોઈએ