israel/ અમને ભારત પર સંપૂર્ણ ભરોસો : ઇઝરાયેલ PM બેન્જામિન

હજુ તો 26મી જાન્યુઆરીએ દિલ્હીમાં લાલ કિલ્લાની હિંસાની આગ હજુ ઠરી પણ નથી ત્યાં બીજી તરફ ભારતની રાજધાની દિલ્હીમાં આવેલા ઈઝરાયેલના દુતાવાસ નજીક થયેલા બોમ્બ વિસ્ફોટના ઘેરા

Top Stories India World
1

હજુ તો 26મી જાન્યુઆરીએ દિલ્હીમાં લાલ કિલ્લાની હિંસાની આગ હજુ ઠરી પણ નથી ત્યાં બીજી તરફ ભારતની રાજધાની દિલ્હીમાં આવેલા ઈઝરાયેલના દુતાવાસ નજીક થયેલા બોમ્બ વિસ્ફોટના ઘેરા પડઘા પડ્યા છે. બ્લાસ્ટ બાદ તુરંત જ મોદી સરકાર એક્શનમાં આવી ગઈ હતી. ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત દોવાલે ઈઝરાયેલ સાથે વાતચીતનો દૌર ચલાવ્યો હતો. તો બીજી બાજુ ભારતના વિદેશ મંત્રીએ પણ પોતાના ઈઝરાયેલી સમકક્ષ સાથે વાતચીત કરી હતી અને કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી.આ ઘટના બાદ ઈઝરાયેલ પણ એક્શનમાં આવી ગયું હતું. ઈઝરાયેલે તુરંત જ આ હુમલાને આતંકવાદી હુમલો ગણાવ્યો હતો. હવે ઈઝરાયેલના વડાપ્રધાને પણ ભારત ને લઈને મહત્વની વાત કરી છે.

રાજકારણ / ખેડૂત આક્રોશ બદલી રહ્યો છે રાજકીય સમીકરણ, 30 વર્ષ બાદ RLD – BKU – IFLF નું મિલન

ગઈકાલે સાંજે 5 વાગ્યાની આસપાસ દિલ્હી ખાતેના ઈઝરાયેલના દૂતાવાસથી 150 મીટર દૂર બોમ્બ વિસ્ફોટ થયો હતો. આ ઘટના પાછળ ઈરાનની ગુપ્તચર એજન્સીના હાથની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે ઈઝરાયેલે આકરૂ વલણ અપનાવતા આ ઘટનાને આતંકવાદી કૃત્ય જેવી ગણાવી દીધી હતી. ઈઝરાયેલના વિદેશ મંત્રાલય તરફથી કહેવામાં આવ્યું છે કે, નવી દિલ્હી સ્થિત દૂતાવાસમાં તેમના તમામ રાજદ્વારી અને કર્મચારીઓ સુરક્ષીત છે.