World Cup 2023/ ભારત વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે ક્યારેય હાર્યું નથી, ટીમ ઇન્ડિયાનો આ રેકોર્ડ જોઇ લો…

ભારતે વર્લ્ડ કપમાં સાત વખત પાકિસ્તાનને હરાવ્યું

Trending Sports
India never lost World Cup match against Pakistan ભારત વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે ક્યારેય હાર્યું નથી, ટીમ ઇન્ડિયાનો આ રેકોર્ડ જોઇ લો…

ભારત અને પાકિસ્તાન વચ્ચે આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં હાઇ વૉલ્ટેજ મેચ રમાશે. ટીમ ઇન્ડિયા પર મેચ જીતવાનું જબરદસ્ત પ્રેશર છે. જોકે, ભારત વર્લ્ડ કપમાં એક પણ વખત પાકિસ્તાન સામે મેચ હાર્યુ નથી. ભારત અને પાકિસ્તાન વચ્ચે આજે યોજાનારી મેચ પર સમગ્ર વિશ્વની નજર છે. આ વખતે પણ ટીમ ઈન્ડિયા સારા ફોર્મમાં જોવા મળી રહી છે.

ટીમ ઇન્ડિયા વર્લ્ડકપ 2023ની મેચમાં અત્યાર સુધી શાનદાર પ્રદર્શન કર્યું છે. ભારતની ઓસ્ટ્રેલિયા સાથે 8 ઓક્ટોબર 2023ના રોજ મેચ હતી, જેમાં ભારતે ઓસ્ટ્રેલિયા સામે 6 વિકેટે જીત મેળવી હતી. 12 ઓક્ટોબર, 2023ના રોજ ભારતની અફઘાનિસ્તાન ટીમ સાથે મેચ હતી, જેમાં ભારત 8 વિકેટે જીત્યું હતું. વલ્ડૅકપ -2023ની હાઇ વોલ્ટેજ મેચમાં હાલ ભારતનું પલડું ભારે લાગે છે અને વલ્ડૅકપ મેચોમાં પાકિસ્તાનને હરાવી વિજયી થવાની પરંપરા ભારત જાળવશે.

સાત વખત પાકિસ્તાનને હરાવ્યું
50 ઓવરની વનડે વર્લ્ડ કપમાં ભારતનો 100 ટકા સફળતાનો દૌર છે.
ટીમ ઈન્ડિયાએ 1992, 1996, 1999, 2003, 2011, 2015 અને 2019માં પાકિસ્તાનને હરાવ્યું છે. ટીમ ઈન્ડિયા વર્લ્ડ કપમાં ત્રીજી વખત પાકિસ્તાન સામે તેના હોમ ગ્રાઉન્ડ પર રમશે. ભારતે 1996 (બેંગલોર) અને 2011 (મોહાલી)માં જીત મેળવી હતી.

– 1992મા ભારત અને પાકિસ્તાન વચ્ચે ઓસ્ટ્રેલિયાના સિડનીમાં મેચ રમાઇ હતી. જેમાં ભારતનો 43 રને વિજય થયો હતો.

– 1996મા બેંગ્લોર ખાતે રમાયેલી વલ્ડૅ કપ સેમી ફાયનલમાં ભારતે પાકિસ્તાન સામે 39 રને ઐતિહાસિક જીત મેળવી હતી.

– 1999મા ભારતે ઇંગ્લેન્ડના માન્ચેસ્ટર ખાતે પાકિસ્તાનને 47 રને હાર આપી હતી.

– 2003મા સાઉથ આફ્રિકાના સેન્ચુરિયન ખાતે ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું હતું.

– 2011મા મોહાલી ખાતે ભારતે પાકિસ્તાનને 29 રને પરાજય આપ્યો હતો.

– 2015મા ઓસ્ટ્રેલિયાના એડિલેડમાં ભારતે પાકિસ્તાનને 76 રને હરાવ્યું હતું.

– 2019મા ઇંગ્લેન્ડના માંચેસ્ટર ખાતેની મેચમાં ભારતે પાકિસ્તાનને 89 રને પરાજિત કરી વલ્ડૅકપની મેચોમાં અજય રહ્યું છે.