T-20 SERIES/ ભારત-ન્યુઝીલેન્ડની બીજી T-20 મેચમાં વરસાદથી રોકાયેલી મેચ ફરી શરૂ,ઇન્ડિયા 1 વિકેટે 63

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની સીરીઝની બીજી T20 ઈન્ટરનેશનલ મેચ માઉન્ટ મૌંગાનુઈના બે ઓવલ ખાતે રમાઈ રહી છે.

Top Stories Sports
5 21 ભારત-ન્યુઝીલેન્ડની બીજી T-20 મેચમાં વરસાદથી રોકાયેલી મેચ ફરી શરૂ,ઇન્ડિયા 1 વિકેટે 63

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની સીરીઝની બીજી T20 ઈન્ટરનેશનલ મેચ માઉન્ટ મૌંગાનુઈના બે ઓવલ ખાતે રમાઈ રહી છે. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા ભારતે 6 ઓવરમાં એક વિકેટના નુકસાને 50 રન બનાવ્યા હતા. પરંતુ વરસાદના લીધે મેચ રોકવી પડી હતી મેચ ફરી શરૂ થઇ છે.

પંત ઓપનિંગમાં ઉતર્યો હતો પરંતુ તે ફ્લોપ સાબિત થયો હતો અને માત્ર 6 રન બનાવી શક્યો હતો. લોકી ફર્ગ્યુસને છઠ્ઠી ઓવરના પહેલા બોલ પર સાઉથીને કેચ આપી પેવેલિયન પરત ફર્યો હતો.

પ્રથમ મેચ વરસાદના કારણે રોકવી પડી હકી હવે મેચ શરૂ થઇ ગઇ છે. સૂર્યકુમાર અને ઇશાન  ક્રીઝ પર મોજુદ છે.  તમામની નજર હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપ પર રહેશે.  વરસાદ ફરી એકવાર રમત બગાડી શકે છે અને મેચ રદ્દ થવાની પ્રબળ સંભાવના છે.

કુલ મેચ – 20
ભારત – 11 જીત્યું
ન્યુઝીલેન્ડ – 9 જીત્યું

પિચ રિપોર્ટ

બે ઓવલ એવી સપાટી રહી છે જેણે ભૂતકાળમાં મોટા ભાગના પ્રસંગોએ બેટ્સમેનોને મદદ કરી છે. આ સ્થળ પર છેલ્લી બે T20 મેચોમાં, પ્રથમ બેટિંગ કરનાર ટીમે મેચ જીતી છે, અને આ રમતમાં પણ એવી જ અપેક્ષા રાખવામાં આવે છે.

હવામાન

ભારત વિ ન્યુઝીલેન્ડ વચ્ચેની બીજી T20I રવિવારની મેચ દરમિયાન સતત વરસાદની આગાહી સાથે ફરી એકવાર રદ થવાનો ભય છે. ન્યુઝીલેન્ડના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રવિવારે માઉન્ટ મૌંગાનુઇમાં ભારે વરસાદ થવાની ધારણા છે. રમતની શરૂઆતમાં વરસાદની માત્ર 6% સંભાવના છે, મધ્ય-ઈનિંગના વિરામ દરમિયાન વરસાદની 64% સંભાવના સાથે જે વધુ વધશે. તાપમાન 15 ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટી જશે જ્યારે ટોચ પર તે 21 ડિગ્રી સેલ્સિયસ રહેશે.