Not Set/ દિલ્હી/ ઈન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટના ટર્મિનલ ૩ પરથી મળી શંકાસ્પદ બેગ, RDX હોવાની આશંકા

શુક્રવારે વહેલી સવારે દિલ્હીના ઈન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર ટર્મિનલ 3 પર  એક શંકાસ્પદ બેગ મળી આવતા અફરાતફરીનો માહોલ સજાયો હતો. શંકાસ્પદ બેગ મળી આવતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. આ પછી બોમ્બ સ્ક્વોડ ઘટના સ્થળે પહોંચી હતી અને બેગને પોતાના કબજે લીધી હતી. હાલમાં સૂત્રોના હવાલેથી કહેવામાં આવ્યું છે કે સર્ચ ડોગએ બેગમાં […]

Top Stories India
mahi a 6 દિલ્હી/ ઈન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટના ટર્મિનલ ૩ પરથી મળી શંકાસ્પદ બેગ, RDX હોવાની આશંકા

શુક્રવારે વહેલી સવારે દિલ્હીના ઈન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર ટર્મિનલ 3 પર  એક શંકાસ્પદ બેગ મળી આવતા અફરાતફરીનો માહોલ સજાયો હતો. શંકાસ્પદ બેગ મળી આવતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. આ પછી બોમ્બ સ્ક્વોડ ઘટના સ્થળે પહોંચી હતી અને બેગને પોતાના કબજે લીધી હતી. હાલમાં સૂત્રોના હવાલેથી કહેવામાં આવ્યું છે કે સર્ચ ડોગએ બેગમાં વિસ્ફોટક હોવાનો સંકેત આપ્યો છે. આ દરમિયાન સીઆઈએસએફ દ્વારા પણ એરપોર્ટની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે.અને બેગને પોતાના કબજે લીધી હતી.

EIP6YR4XkAA0wMd દિલ્હી/ ઈન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટના ટર્મિનલ ૩ પરથી મળી શંકાસ્પદ બેગ, RDX હોવાની આશંકા

દિલ્હી પોલીસના એક અધિકારીએ જણાવ્યું હતું કે, એરપોર્ટ પોલીસને સવારે આશરે ત્રણ વાગ્યે એક શંકાસ્પદ બેગ વિશે જાણ થઈ હતી, જેને તાત્કાલિક ઘટના સ્થળે જ પકડી લેવામાં આવી હતી. તેની અંદરના સામાનની તપાસ કરવામાં આવી રહી છે. હાલમાં બેગમાંથી કોઈ વિસ્ફોટક અથવા કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી.

એરલાઇન્સ સાથે સંકળાયેલા સૂત્રોએ જણાવ્યું હતું કે આનાથી મુસાફરોમાં થોડા સમય માટે ભયનો માહોલ સર્જાયો હતો કારણ કે લોકોને થોડા સમય માટે આગમન ટર્મિનલની બહાર જ જતા અટકાવવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે ટી ​​3 ની બહારનો રસ્તો પણ બંધ હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.