Not Set/ પાસના કન્વીનરનો આક્ષેપ : ભાજપમાં જોડાવવા થઇ 1 કરોડની ઓફર, વરૂણએ આપ્યા 10 લાખ એડવાન્સ

અમદાવાદ, પાટીદાર અનામત આંદોલન સમિતિ(પાસ)ના કન્વીનરે ભાજપ પર ચોંકાવનારો આક્ષેપ લગાવતા જણાવ્યું હતું કે તેમને ભાજપે ખરીદવાની કોશિશ કરી છે. પાસના કન્વીનર અને મહેસાણાના પાટીદાર સમાજના આગેવાન નરેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે તેમને ભાજપે 1 કરોડ રૂપિયાની ઓફર કરી હતી અને તેના ટોકન પેટે 10 લાખ રૂપિયા ચુકવાયા હતા. ભાજપ પર આરોપ લગાવતા નરેન્દ્ર પટેલે […]

Top Stories
narndra patel 3 પાસના કન્વીનરનો આક્ષેપ : ભાજપમાં જોડાવવા થઇ 1 કરોડની ઓફર, વરૂણએ આપ્યા 10 લાખ એડવાન્સ

અમદાવાદ,

પાટીદાર અનામત આંદોલન સમિતિ(પાસ)ના કન્વીનરે ભાજપ પર ચોંકાવનારો આક્ષેપ લગાવતા જણાવ્યું હતું કે તેમને ભાજપે ખરીદવાની કોશિશ કરી છે. પાસના કન્વીનર અને મહેસાણાના પાટીદાર સમાજના આગેવાન નરેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે તેમને ભાજપે 1 કરોડ રૂપિયાની ઓફર કરી હતી અને તેના ટોકન પેટે 10 લાખ રૂપિયા ચુકવાયા હતા.

ભાજપ પર આરોપ લગાવતા નરેન્દ્ર પટેલે જણાવ્યું કે તેમને વરૂણ પટેલે ભાજપમાં જોડાવવા 1 કરોડ રૂપિયાની ઓફર કરી હતી. અને આ પેટે તેમને 10 લાખ રૂપિયા એડવાન્સ ચુકવાયા હતા. હજુ એક દિવસ પહેલાં જ ભાજપમાં જોડાયેલા વરૂણ પટેલે 10 લાખ રૂપિયા એડવાન્સ પેટે રોકડા આપ્યા હોવાનો ખુલાસો નરેન્દ્ર પટેલે કર્યો હતો.

આ પૈસા જીતુ વાઘાણી થકી વરુણ પટેલને આપી નરેન્દ્ર પટેલને પહોંચતા કરવામાં આવ્યા હતા તેવો ચોંકવાનારો ખુલાસો નરેન્દ્ર પટેલે કર્યો છે.

ઉલ્લેખનીય છે કે શનિવારે સાંજે નરેન્દ્ર પટેલે ભાજપમાં જોડાયા હોવાના સમાચાર સામે આવ્યા હતા અને એ પછી માત્ર ગણતરીના કલાકોમાં ભાજપની પોલ ખુલ્લી પાડતા  નરેન્દ્ર પટેલે કહ્યું કે  એક કરોડ રૂપિયામાં મારો સોદો કરવામાં આવ્યો હતો. વરુણ પટેલે મને રૂ. 10 લાખ આપ્યા અને બીજા આવતીકાલે સોમવારે 90 લાખ આપવાની વાત કરી હતી.

નરેન્દ્ર પટેલના આ આરોપ પછી ભાજપની છાવણીમાં સોપો પડ્યો છે.