Not Set/ રાતની ચાંદનીમાં પણ થઈ શકશે તાજ મહેલના દર્શન,નાઈટ વ્યુ ખુલ્લો મુકાયો

પ્રેમના પ્રતીક ગણાતા તાજ મહેલને હવે રાતની શીતળ ચાંદનીમાં પણ જોઈ શકાશે.તાજ મહેલનું સંચાલન કરતી ઓથોરિટીએ રાતના સમયે પણ તાજ જોઈ શકાય તેની વ્યવસ્થા કરી છે.નાઈટ વ્યુ માટે તાજમહેલની એકદમ પાછળ નવું લોકેશન ઉભુ કરાયું છે. યમુના કિનારે ઐતિહાસિક મહતાબ બાગના લોકેશન પરથી  દિવસે અને ચંદ્રની રોશનીમાં તાજના દિદાર કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે. રાજ્યમંત્રી […]

India
mahi 8 રાતની ચાંદનીમાં પણ થઈ શકશે તાજ મહેલના દર્શન,નાઈટ વ્યુ ખુલ્લો મુકાયો

પ્રેમના પ્રતીક ગણાતા તાજ મહેલને હવે રાતની શીતળ ચાંદનીમાં પણ જોઈ શકાશે.તાજ મહેલનું સંચાલન કરતી ઓથોરિટીએ રાતના સમયે પણ તાજ જોઈ શકાય તેની વ્યવસ્થા કરી છે.નાઈટ વ્યુ માટે તાજમહેલની એકદમ પાછળ નવું લોકેશન ઉભુ કરાયું છે. યમુના કિનારે ઐતિહાસિક મહતાબ બાગના લોકેશન પરથી  દિવસે અને ચંદ્રની રોશનીમાં તાજના દિદાર કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

રાજ્યમંત્રી ડો.જીએસ ધર્મેશે આગ્રાએ યમુના કિનારે મહતાબ બાગથી તાજ વ્યૂ પોઈન્ટનું ઉદઘાટન કર્યું આ નવો તાજ વ્યૂ પોઈન્ટ સવારે 7થી 10 વાગ્યા સુધી અને સાંજે 7થી 10 વાગ્યા સુધી મુસાફરો માટે માત્ર 20 રૂપિયાની ટિકીટથી ખૂલશે. મહતાબ બાગમાં યમુના કિનારે તાજ નાઈટ વ્યૂ પોઈન્ટ બનાવવામાં આવ્યો છે. જ્યાં તાજમહેલના ફ્રન્ટમાં બનેલી ડાયના બેન્ચની જેમ એક બેન્ચ બનાવવામાં આવી છે. જેના પર બેસીને મુસાફરો તાજમહેલને નિહાળી શકાશે.

આ તાજ વ્યૂ પોઈન્ટને બનાવવા માટે લાંબા સમયથી કામ ચાલી રહ્યું હતું, જેના બાદ ત્રણ વર્ષના સમયગાળા બાદ મુસાફરો માટે ખોલી દેવાયું છે.

ઉલ્લેખનીય છે કે, ચાંદની રાતમાં તાજના દિદાર કરવા માટે સમય વધારીને 7 થી 12 વાગ્યા સુધી કરાયો છે. અધિકારીઓ દ્વારા મળેલી જાણકારી અનુસાર, નવેમ્બર મહિનામાં જ આ વ્યૂ પોઈન્ટને નિહાળવા માટે ટિકીટ વિન્ડો શરૂ કરી દેવાઈ છે. તેના ન માત્ર મુસાફરોને નવી સુવિધા મળશે, પરંતુ ચાંદની રાતમાં તાજને જોવા માટેની ઈચ્છા પણ બહુ જ સરળતાથી અને ઓછા ભાવમાં પૂરી થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.