Not Set/ રાજકોટ/ જસદણનું રાજકારણ ગરમાયું, ભાજપનો આંતરિક વિખવાદ સપાટી પર

ગુજરાત ભાજપમાં છેલ્લા કેટલાક સમયથી ભરેલા અગ્નિ જેવી સ્થિતિ જોવા મળી રહી છે. જે હવે પાર્ટીનો આંતરિક વિખવાદ સપાટી પર જોવા મળી રહ્યો છે. છતાંય પાર્ટી દ્વારા શિસ્ત ને નામે સબસલામતના પોકળ દાવા કરવામાં આવી રહ્યા છે. પ્રાપ્ત વિગતો અનુસાર જસદણ માર્કેટયાર્ડના પૂર્વ ચેરમેનના પોપટ નામે રાજ્પરકેત્લાક મેસેજ વાયરલ થયો છે. જેમાં બોઘરા પર ભ્રષ્ટાચારના […]

Top Stories Gujarat Rajkot
રાજકોટ રાજકોટ/ જસદણનું રાજકારણ ગરમાયું, ભાજપનો આંતરિક વિખવાદ સપાટી પર

ગુજરાત ભાજપમાં છેલ્લા કેટલાક સમયથી ભરેલા અગ્નિ જેવી સ્થિતિ જોવા મળી રહી છે. જે હવે પાર્ટીનો આંતરિક વિખવાદ સપાટી પર જોવા મળી રહ્યો છે. છતાંય પાર્ટી દ્વારા શિસ્ત ને નામે સબસલામતના પોકળ દાવા કરવામાં આવી રહ્યા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર જસદણ માર્કેટયાર્ડના પૂર્વ ચેરમેનના પોપટ નામે રાજ્પરકેત્લાક મેસેજ વાયરલ થયો છે. જેમાં બોઘરા પર ભ્રષ્ટાચારના આરોપ લગાવવામાં આવ્યા છે. સાથે સાથે પાર્ટી વિરૂદ્ધ કામ, ભ્રષ્ટાચાર સહિતના મુદ્દાઓ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ભરત બોઘરાને જિલ્લા ભાજપ પ્રમુખ કેમ બનાવાયા વિગેરે ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

જસદણ ખાતે ગત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના વિજયી ઉમેદવાર કુવરજી બાવળિયા જ્યારથી ભાજપમાં જોડાયા છે ત્યાર થી જસદણ ભાજપનું મોટું માથું બોઘરા વચ્ચે વિવાદ જગજાહેર છે. પરંતુ બોઘરાની ઉપર વટ જઈને કુવરજી ને હાઈ લાઈટ કરવામાં આવ્યા છે ત્યાર થી આ અવિવાદ વધુ  વકર્યો છે. આ અંતર કલહની અસર જરૂરથી ભાજપના રાજકારણ પર ઊંડી અસર છોડી શકે છે.

ભાજપના નેતા પોપટ રાજપરા જ જસદણમાં વિરોધ નોંધાવી રહ્યા છે. પોપટ રાજપરાનો મેસેજ વાઈરલ થયો છે. પોપટ રાજપરા જસદણ માર્કેટિંગ યાર્ડના પૂર્વ ચેરમેન છે. તેમનો ભરત બોઘરા વિશેનો મેસેજ વાઈરલ થતા ભાજપમાં આંતરિક જંગ છેડાઈ ગયો છે.

ભરત બોઘરાને જિલ્લા પ્રમુખ કેવી રીતે બનાવી શકાય?

ભરત બોઘરાને રાજકોટ જિલ્લા પ્રમુખ બનાવવાની ચર્ચા ચાલી રહી છે. ત્યારે આ મેસેજમાં પોપટે કહી રહ્યા છે કે, ભરત બોઘરાને જિલ્લા પ્રમુખ કેવી રીતે બનાવી શકાય? પેટાચૂંટણીમાં ભરત બોઘરાએ પાર્ટી વિરુદ્વ કામ કર્યુ છે. આ આક્ષેપોની સાથે સાથે ભરત બોઘરા પર મેસેજમાં ભ્રષ્ટાચારના પણ આક્ષેપ કરાઈ રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.