કડક કાર્યવાહી/ ખાલિસ્તાન મુદ્દે ભારત આકરા પાણીએઃ કેનેડાના 40 રાજદ્વારીઓને રવાના કરાશે

ખાલિસ્તાનના મુદ્દા પર ચાલતી મડાગાંઠ વચ્ચે ભારતે વધારે આક્રમક વલણ અપનાવતા જણાવ્યું છે કે કેનેડા દસ ઓક્ટોબર સુધીમાં ભારત ખાતેથી તેના 40 રાજદ્વારીઓ પરત બોલાવી લે

Top Stories India
Mantavyanews 6 2 ખાલિસ્તાન મુદ્દે ભારત આકરા પાણીએઃ કેનેડાના 40 રાજદ્વારીઓને રવાના કરાશે

નવી દિલ્હીઃ ખાલિસ્તાનના મુદ્દા પર ચાલતી મડાગાંઠ વચ્ચે ભારતે વધારે આક્રમક વલણ અપનાવતા જણાવ્યું છે કે કેનેડા દસ ઓક્ટોબર સુધીમાં ભારત ખાતેથી તેના 40 રાજદ્વારીઓ પરત બોલાવી લે. આમ કરવામાં નહીં આવે તો તેમને રાજદ્વારી તરીકે અપાયેલું સંરક્ષણ પરત ખેંચી લેવાશે.

ભારતમાં 62 કેનેડિયન રાજદ્વારીઓ કામ કરે છે, જેમાંથી લગભગ 40 રાજદ્વારીઓને પાછા ખેંચી લેવા માટે કહેવામાં આવ્યું છે. દરમિયાન, વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું હતું કે ભારતમાં કેનેડાનો રાજદ્વારી સ્ટાફ કેનેડામાં ભારતના રાજદ્વારી સ્ટાફ કરતા મોટો છે અને સમાનતા હોવી જોઈએ. અગાઉ, ભારતે કેનેડાના નાગરિકો માટે વિઝા સેવાઓ સ્થગિત કરી દીધી હતી.

વિદેશ મંત્રી એસ જયશંકરે અમેરિકામાં કેનેડાને આ જવાબ આપ્યો હતો. અમેરિકામાં એસ જયશંકરે કહ્યું હતું કે, “કેનેડાના વડા પ્રધાને જે રીતે ખાનગી અને જાહેરમાં આક્ષેપો કર્યા તે યોગ્ય નથી. કેનેડાએ ખાલિસ્તાનીઓ પર લગામ લગાવવી જોઈએ. ભારત માને છે કે કેનેડામાં હિંસા અને ભયનું વાતાવરણ છે, જરા તેના વિશે વિચારો. અમારા મિશન પર સ્મોક બોમ્બ ફેંકવામાં આવ્યા છે. અમારા કોન્સ્યુલેટની સામે હિંસા થઈ રહી છે અને લોકોને નિશાન બનાવવામાં આવ્યા છે અને એટલું જ નહીં, લોકોને ડરાવવામાં પણ આવ્યા છે. શું તમે લોકો આને સામાન્ય માનો છો? જો આવું કોઈ અન્ય દેશ સાથે થયું હોત તો શું પ્રતિક્રિયા હોત?

ભારતે કડક વલણ અપનાવ્યા બાદ કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ પણ યુ-ટર્ન લીધો હતો. સૌથી મોટી વાત એ છે કે જસ્ટિન ટ્રુડો વારંવાર આક્ષેપો કરવા છતાં એક પણ પુરાવો રજૂ કરી શક્યા નથી. આ ઉપરાંત કોઈપણ દેશ અંગે અધૂરી માહિતી આપવા બદલ કેનેડાની સંસદમાં ટ્રુડો પર માછલા ધોવામાં આવી રહ્યા છે.

 

આ પણ વાંચોઃ ફફડાટ/ હવે સરકારી કર્મચારીઓ પણ કામ નહીં કરે તો થશે હકાલપટ્ટી

આ પણ વાંચોઃ દવાને લઈને ડાઉટ/ ડોક્ટરે બાળકને દવા આપવાનું કહ્યુ, નર્સે ફિનાઇલ આપ્યાનો આરોપ

આ પણ વાંચોઃ Encounter/ રાજૌરીમાં ફરી એકવાર આતંકવાદીઓ સાથે અથડામણ શરૂ, ત્રણ સુરક્ષાકર્મી ઘાયલ