Not Set/ પેટ્રોલના ભાવમાં સ્થિરતા, ડીઝલના ભાવમાં ઘટાડો

દિલ્હી, ડીઝલના ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ સોમવારે ડીઝલના ભાવમાં પાંચથી છ પૈસા ઘટાડ્યા છે. આજના કાપ પછી ઓગસ્ટ મહિનામાં ડીઝલ 57 પૈસા પ્રતિ લીટર સસ્તુ થયું છે. જો કે, પેટ્રોલની કિંમતમાં કોઈ ઘટાડો કરવામાં આવ્યો નથી, પરંતુ પેટ્રોલ પણ અત્યાર સુધીમાં પ્રતિ લિટર 87 પૈસા સસ્તુ થઈ ગયું છે. […]

India
aaas 7 પેટ્રોલના ભાવમાં સ્થિરતા, ડીઝલના ભાવમાં ઘટાડો

દિલ્હી,

ડીઝલના ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ સોમવારે ડીઝલના ભાવમાં પાંચથી છ પૈસા ઘટાડ્યા છે. આજના કાપ પછી ઓગસ્ટ મહિનામાં ડીઝલ 57 પૈસા પ્રતિ લીટર સસ્તુ થયું છે. જો કે, પેટ્રોલની કિંમતમાં કોઈ ઘટાડો કરવામાં આવ્યો નથી, પરંતુ પેટ્રોલ પણ અત્યાર સુધીમાં પ્રતિ લિટર 87 પૈસા સસ્તુ થઈ ગયું છે.

ઈન્ડિયન ઓઇલ કોર્પોરેશનની વેબસાઇટ અનુસાર, રાજધાની દિલ્હીમાં પેટ્રોલની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી અને તે લિટરદીઠ 71.99 રૂપિયા રહ્યો હતો. જયારે દિલ્હીમાં ડીઝલ છ પૈસાના ઘટાડાથી 65.43 રૂપિયા પ્રતિ લિટર થઈ ગયું છે.

કોલકાતામાં પેટ્રોલ જુના ભાવ 74.9 રૂપિયા પ્રતિ લિટર રહ્યું હતું અને ડીઝલ છ પૈસાના ઘટાડા સાથે 68.81 રૂપિયા પર ઉપલબ્ધ હતું. જયારે મુંબઇમાં પેટ્રોલ 77.65 રૂપિયા પ્રતિ લિટર રહ્યું હતું અને ડીઝલ છ પૈસા સસ્તું થતા 68.60 રૂપિયા લીટર દીઠ વેચાઇ રહ્યું છે. બીજી તરફ ચેન્નાઈમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટર રૂ . 74.78 અને ડીઝલ છ પૈસા ઘટાડીને 69.13 રૂપિયા પ્રતિ લિટર થઇ ગયું છે.

આ ઉપરાંત દિલ્હી-એનસીઆરના નોઇડામાં પેટ્રોલ 71.56 રૂપિયા અને ડીઝલ છ પૈસા સસ્તામાં 64.99 રૂપિયા પ્રતિ લિટર વેચાય છે. ગુરુગ્રામમાં પેટ્રોલ 72.11 રૂપિયા અને ડીઝલ પાંચ પૈસા સસ્તા પ્રતિ લિટર રૂ. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવના આધારે ઓઇલ કંપનીઓ દ્વારા દરરોજ તેલની કિંમત નક્કી કરવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.