દિલ્હી,
ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી હરેન પંડ્યા હત્યા કેસમાં આજે 16 વર્ષે અચાનક વળાંક આવ્યો છે.હરેન પંડ્યા હત્યા કેસ મામલે સુપ્રિમ કોર્ટમાં ફેર તપાસ કરવાની અરજી થઇ છે.સુપ્રિમ કોર્ટે શુક્રવારે આ અરજી પર સુનવણી કરવાનું નક્કી કર્યું છે.
હરેન પંડ્યા હત્યા મામલે થયેલી આ અરજીની સુનવણી હવે 11 ફેબ્રુઆરીએ હાથ ધરાશે.બિન સરકારી સંગઠન સેંટર ફોર પબ્લિક ઈંટરેસ્ટ લિટિગેશંસ તરફથી સુપ્રિમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી આ પીટીશન દાખલ કરતાં વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણે કહ્યું હતું કે, આ કેસમાં નિચલી અદાલતના ચુકાદાના નિર્ણય બાદ વધુ 4 નવા તથ્યો સામે આવ્યા છે અને આ સ્થિતિમાં નવેસરથી તપાસના આદેશ આપવાની જરૂર છે.આ પીટીશનમાં આરોપીઓને નિર્દોષ છોડવાના હુકમને પણ પકડકારવામાં આવ્યો હતો.
જસ્ટિસ એ કે સીકરી અને જસ્ટિસ એસ અબ્દુલ નઝીરની બેચે કહ્યું હતું કે, આ મામલે સંબંધિત અપીલ પર એક અન્ય બેંચ પહેલા જ સુનાવણી કરી ચુકી છે. માટે એ બેંચ જ આ સુનાવણી હાથ ધરે તે જ વધારે યોગ્ય ગણાશે તેમ બેંચે કહ્યું હતું.
આ અગાઉ જસ્ટિસ અરૂણ મિશ્રાની અધ્યક્ષતા હેઠળની બેંચે 31 જાન્યુઆરીએ ગુજરાત હાઈકોર્ટના નિર્ણય વિરૂદ્ધ સીબીઆઈની અપીલ પર સુનાવણી પૂર્ણ કરી લીધી હતી અને આ મામલે નિર્ણય પણ સંભળાવવામાં આવશે.
આ કેસમાં હાઈકોર્ટે તમામ આરોપીઓને છોડી મુક્યા હતાં. જેને હવે પડકારવામાં આવ્યા છે.કેન્દ્ર તરફથી સોલિસિટરન જનરલ તુષાર મેહતાએ આ મામ્લે અરજીના ઔચિત્ય પર જ પ્રશ્નો ઉભા કર્યા હતાં.તેમણે પ્રશાંત ભુષણની સંસ્થા પર પણ સવાલો ઉભા કર્યા હતા.
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં નરેન્દ્ર મોદી સરકારમાં ગૃહમંત્રી હરેન પંડ્યાની 26 માર્ચ, 2003માં અમદાવાદના લૉ ગાર્ડન વિસ્તારમાં તે સમયે ગોળી મારીને હત્યા નિપજાવવામાં આવી હતી જ્યારે તેઓ સવારે ચાલી રહ્યાં હતાં. સીબીઆઇએ તપાસ કરેલ આ કેસમાં 12 આરોપીઓને નિર્દોષ છોડી દેવામાં આવ્યા હતા.
હવે આ મામલે કરવામાં આવેલી નવી અરજીમાં દાવો કરવામાં આવ્યો છે કે, હત્યાના આ ષડયંત્રમાં ડીજી વણઝારા સહિત આઈપીએસ અધિકારીઓ સામેલ હોવાની નવી જાણકારીઓ સામે આવી છે, જેથી એ વાતની સ્પષ્ટ જાણકારી મળે છે કે, તેમાં પોલીસના વરિષ્થ અધિકારીઓ અને રાજકીય હસ્તીઓની મીલિભગત શક્ય છે.
