Not Set/ અમદાવાદ સહિત દેશના આઠ શહેરમાં પબ્લિક પેનિક બટનની સુવિધા ઉપલબ્ધ થશે

અમદાવાદ: મહિલાઓની સુરક્ષા માટે સરકાર રૂપિયા 3000 કરોડના ખર્ચે દિલ્હી સહિત દેશના આઠ મોટા શહેરોમાં મહિલા પોલીસ પેટ્રોલ ટીમ અને પબ્લિક પેનિક બટન જેવી સુવિધા શરુ કરવામાં આવશે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આપેલી માહિતી મુજબ મહિલાઓ અને બાળકો માટે ટ્રાન્ઝિટ ડોરમેટરી, સ્માર્ટ એલઇડી સ્ટ્રીટલાઇટો, વન સ્ટોપ ક્રાઇસીસ સેન્ટરો, ફોરેન્સિક અને સાઇબર ક્રાઇમ સેલ જેવી સુવિધા વુમેન […]

Top Stories Ahmedabad Gujarat India Trending
Public panic button facility will be available in eight cities of the country, including Ahmedabad

અમદાવાદ: મહિલાઓની સુરક્ષા માટે સરકાર રૂપિયા 3000 કરોડના ખર્ચે દિલ્હી સહિત દેશના આઠ મોટા શહેરોમાં મહિલા પોલીસ પેટ્રોલ ટીમ અને પબ્લિક પેનિક બટન જેવી સુવિધા શરુ કરવામાં આવશે.

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આપેલી માહિતી મુજબ મહિલાઓ અને બાળકો માટે ટ્રાન્ઝિટ ડોરમેટરી, સ્માર્ટ એલઇડી સ્ટ્રીટલાઇટો, વન સ્ટોપ ક્રાઇસીસ સેન્ટરો, ફોરેન્સિક અને સાઇબર ક્રાઇમ સેલ જેવી સુવિધા વુમેન સેફ સિટી પ્રોજેક્ટનો હિસ્સો બનશે.

મહિલાઓની સુરક્ષા માટેની આ યોજનાને પ્રથમ દેશના દિલ્હી, મુંબઈ, કોલકાતા, ચેન્નઇ, બેંગલુરુ, હૈદરાબાદ, અમદાવાદ અને લખનઊમાં વર્ષ 2018-19થી 2020-21 સુધી અમલમાં મૂકવામાં આવશે.

નિર્ભયા ફંડ હેઠળ સેફ સિટી યોજના માટે રુ. 2919.55 કરોડનું ફંડ મંજૂર કરવામાં આવ્યું હતું. દેશમાં મહિલાઓની સુરક્ષા વધારવા માટે 2013માં નિર્ભયા ફંડ શરુ કરવામાં આવ્યું હતું.

આ નિર્ભયા ફંડ હેઠળ સેફ સિટી યોજના અંતર્ગત દિલ્હી માટે રુ. 663.67 કરોડ, મુંબઇ માટે રુ. 252 કરોડ, ચેન્નઇ માટે રુ. 425.06 કરોડ, અમદાવાદ માટે રુ. 253 કરોડ, કોલકાતા માટે રુ. 181.32 કરોડ, બેંગલુરુ માટે રુ. 667 કરોડ, હૈદરાબાદ માટે રુ. 282.50 કરોડ અને લખનઊ માટે રુ. 195 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે.