Not Set/ Lenovo એ સ્માર્ટબેન્ડ Cardio Plus HX03W કર્યું લોન્ચ, તમારા હૃદયના ધબકારા પર રાખશે મોનીટરીંગ

  ૭ સપ્ટેમ્બરના રોજ એ Lenovo એ Cardio Plus HX03W સ્માર્ટબેન્ડ લોન્ચ કર્યું છે. આ બેન્ડ તમારા સ્વાસ્થ્ય અને ફિટનેસને પણ ધ્યાનમાં રાખી શકે તેવી ટેક્નોલોજી ધરાવે છે. Lenovo એ આ ફિટનેસ બેન્ડની કિંમત ૧,૯૯૯ રૂપિયા રાખી છે. આ સ્માર્ટ બેન્ડને તમે અમેઝોન ઇન્ડિયા પરથી ખરીદી શકશો. કાળા, વાદળી, લાલ અને કેસરી રંગમાં સ્માર્ટ બેન્ડ […]

Trending Tech & Auto
lenovo Lenovo એ સ્માર્ટબેન્ડ Cardio Plus HX03W કર્યું લોન્ચ, તમારા હૃદયના ધબકારા પર રાખશે મોનીટરીંગ

 

૭ સપ્ટેમ્બરના રોજ એ LenovoCardio Plus HX03W સ્માર્ટબેન્ડ લોન્ચ કર્યું છે. આ બેન્ડ તમારા સ્વાસ્થ્ય અને ફિટનેસને પણ ધ્યાનમાં રાખી શકે તેવી ટેક્નોલોજી ધરાવે છે. Lenovo એ આ ફિટનેસ બેન્ડની કિંમત ૧,૯૯૯ રૂપિયા રાખી છે. આ સ્માર્ટ બેન્ડને તમે અમેઝોન ઇન્ડિયા પરથી ખરીદી શકશો. કાળા, વાદળી, લાલ અને કેસરી રંગમાં સ્માર્ટ બેન્ડ ઉપલબ્ધ છે.

Image result for Lenovo Cardio Plus HX03W smart band

જો ડિવાઈસ વિશે વાત કરવામાં આવે તો તેની ડિસ્પ્લે ૦.૯૬ OLED મોનોક્રોમ છે. તમને જાણીને નવી લાગશે કે જો તમને વાહન ચલાવતી વખતે ઊંઘ આઈ ગઈ હશે તો પણ આ સ્માર્ટ બેન્ડ તમને વાઈબ્રેશનથી ઉઠાડી દેશે. આ બેન્ડમાં એન્ટી-સ્લીપ મોડ છે જેના લીધે તમને ક્યારેય વાહન ચલાવતી વખતે જોકું આવી જાય તો તેમાં  વાઈબ્રેશન ચાલુ થઇ જશે.

Image result for Lenovo Cardio Plus HX03W smart band

સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને આ બેન્ડ દ્વારા હૃદયના ધબકારાનું ધ્યાન રાખવામાં આવશે. તમને આ સ્માર્ટ બેન્ડનો એક અદ્ભુત ફીચર જણાવી દઈએ કે આ બેન્ડ દ્વારા તમે દિવસ દરમ્યાન કેટલા કિલોમીટર ચાલ્યા છો તે જાણી શકશો. એટલું જ નહિ પરંતુ તેનાથી તમારા શરીરની કેટલી કેલરી બળી છે તેની માહિતી પણ આ ડિવાઈસ આપશે.

તમને જણાવી દઈએ કે Lenovoએ હાલમાં જ Lenovo Life કરીને એપ લોન્ચ કરી છે. આ એપને તમે બ્લુટુથ વડે સ્માર્ટબેન્ડ સાથે કનેક્ટ કરી શકો છો. આ એપમાં  કસ્ટમરને રોજીંદા જીવનમાં ઉપયોગી ડાયટીંગ, શેપ ટ્રેનીંગ કસરતોના વિડીયો છે. સ્માર્ટબેન્ડ વડે તમે સ્પોર્ટનો ડેટા સોશિયલ મીડિયા જેમ કે ફેસબુક અને ટ્વીટર પર શેર કરી શકશો.

Cardio Plus HX03W સ્માર્ટબેન્ડ એન્ડ્રોઇડ અને  iOS એમ બંને ડિવાઈસમાં ઓપરેટ થઇ શકશે.