Not Set/ ‘કલમ 375’ પર થઈ બબાલ,જુઓ કોર્ટે કોને આપ્યા સમન્સ

પુણે, પુણેની સિવીલ કોર્ટે ફિલ્મ એકટર અક્ષય ખન્ના અને મુવી સેક્શન 375 ના નિર્માતાઓને સમન્સ આપ્યું છે.ફિલ્મ વિરુદ્ધ કોર્ટમાં પીટીશન કરવામાં આવી છે જેમાં એડવોકેટ વાજીદ પઠાને આરોપ લગાવતા કહ્યું છે કે ફિલ્મમાં વકીલની ભૂમિકા નકારાત્મક બતાવવામાં આવી છે.પીટીશનમાં ફિલ્મ પર રોક લગાવવાની માંગણી કરવામાં આવી છે. સીવીલ કોર્ટના જજ આર નૈથાનીએ ફિલ્મના નિર્માતા કુમાર […]

India
aaampo 4 'કલમ 375' પર થઈ બબાલ,જુઓ કોર્ટે કોને આપ્યા સમન્સ

પુણે,

પુણેની સિવીલ કોર્ટે ફિલ્મ એકટર અક્ષય ખન્ના અને મુવી સેક્શન 375 ના નિર્માતાઓને સમન્સ આપ્યું છે.ફિલ્મ વિરુદ્ધ કોર્ટમાં પીટીશન કરવામાં આવી છે જેમાં એડવોકેટ વાજીદ પઠાને આરોપ લગાવતા કહ્યું છે કે ફિલ્મમાં વકીલની ભૂમિકા નકારાત્મક બતાવવામાં આવી છે.પીટીશનમાં ફિલ્મ પર રોક લગાવવાની માંગણી કરવામાં આવી છે.

સીવીલ કોર્ટના જજ આર નૈથાનીએ ફિલ્મના નિર્માતા કુમાર મંગલ પાઠક,અભિષેક પાઠક અને એકટર અક્ષય ખન્નાને સમન્સ આપી 9 સપ્ટેમ્બરે કોર્ટ સમક્ષ ઉપસ્થિત રહેવા જણાવ્યું છે.

મરાઠી ભાષામાં થયેલી આ પીટીશનમાં જણાવવામાં આવ્યું છે કે આ ફિલ્મ રિલીઝ થશે તો રેપનો ભોગ બનેલી પીડિતાઓ કેસ કરવાનું બંધ કરશે.ફિલ્મનું ટ્રેલર બહાર આવી ગયું  છે જેમાં વકીલોની ભૂમિકા નેગેટિવ બતાવવામાં આવી રહી છે.

ફિલ્મના ટ્રેલર પ્રમાણે એક મહિલા ફિલ્મ ડાયરેકટર પર રેપનો આરોપ મૂકે છે,જેનો કેસ રિચા ચઢ્ઢા લડી રહી  છે.બળાત્કારના આરોપીનો કેસ અક્ષય ખન્ના લડે છે.

કેસ કરનાર વકીલ વાજીદ પઠાણનું કહેવું છે કે ફિલ્મમાં પીડિતાને આપત્તીજનક સવાલો પૂછવામાં આવે છે જે ખુલી કોર્ટમાં નથી પુછાતા.ફિલ્મ કલમ 375નું ખોટું નિરૂપણ કરે છે.આથી આ ફિલ્મ પર રોક લગાવવી જોઈએ.

 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.