Not Set/ હાર બાદ રાહુલ પહેલીવાર પહોંચ્યા અમેઠી,લાગ્યા પોસ્ટર

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી લોકસભાની ચૂંટણીમાં હાર મેળવ્યા પછી બુધવારે પહેલી વખત અમેઠીમાં આવી રહ્યા છે. રાહુલ ગૌરીગંજમાં એક સંસ્થામાં કાર્યકર્તાઓ સાથે બેઠક કરી ચૂંટણીમાં હારની સમીક્ષા કરશે. પરંતુ અમેઠીમાં તેમના આગમન પહેલાં પણ, પોસ્ટર વોર શરૂ થઇ ગયું છે. રાહુલ ગાંધીનું અમીઠીમાં આગમન પહેલાં સંજય ગાંધી હોસ્પિટલ સામે પોસ્ટરો લગાવામાં આવ્યા છે. રાહુલ ગાંધી […]

Top Stories India
gjd 4 હાર બાદ રાહુલ પહેલીવાર પહોંચ્યા અમેઠી,લાગ્યા પોસ્ટર

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી લોકસભાની ચૂંટણીમાં હાર મેળવ્યા પછી બુધવારે પહેલી વખત અમેઠીમાં આવી રહ્યા છે. રાહુલ ગૌરીગંજમાં એક સંસ્થામાં કાર્યકર્તાઓ સાથે બેઠક કરી ચૂંટણીમાં હારની સમીક્ષા કરશે. પરંતુ અમેઠીમાં તેમના આગમન પહેલાં પણ, પોસ્ટર વોર શરૂ થઇ ગયું છે.

રાહુલ ગાંધીનું અમીઠીમાં આગમન પહેલાં સંજય ગાંધી હોસ્પિટલ સામે પોસ્ટરો લગાવામાં આવ્યા છે. રાહુલ ગાંધી પાસે જવાબ માંગવા માટે પોસ્ટર લગવા આવ્યા છે. પોસ્ટરમાં લખ્યું છે કે ‘ન્યાય આપો, ન્યાય આપો, મારા પરિવારને ન્યાય આપો, ગુનેગારોને સજા આપો’ આ હોસ્પિટલમાં જિંદગી બચતી નથી જતી રહે છે “પીડિત પરિવાર” આપને જણાવીએ કે રાહુલ ગાંધી સંજય ગાંધી હોસ્પિટલના ટ્રસ્ટી છે.

જણાવીએ કે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી લોકસભાની ચૂંટણીમાં હાર બાદ બુધવારે પહેલીવાર અમીઠીમાં આવી રહ્યા છે. રાહુલ ગૌરીગંજમાં, નિર્મલા ઇન્સ્ટીટયુટ ઓફ વીમેન એજ્યુકેશન એન્ડ ટેક્નોલૉજીમાં બપોરે 12 થી 3 વાગ્યા સુધી કાર્યકર્તાઓ સાથે મીટિંગ કરશે.

બેઠકમાં, રાહુલ ગાંધી લોકસભા ચૂંટણીમાં હારની સમીક્ષા કરશે. રાહુલ ગાંધીની સમીક્ષા બેઠકમાં, જિલ્લાના ગ્રામ્ય સ્તરના અધિકારીઓને બોલાવવામાં આવ્યા છે.

રાહુલના આગમનના એક દિવસ પહેલાં મંગવારે એસપીજીના અધિકારીઓએ જિલ્લા મથકની મુલાકાત લીધી હતી. આ સમયગાળા દરમિયાન, એસપીજીએ પક્ષના નેતાઓ અને વહીવટી અધિકારીઓને સુરક્ષા સંબંધિત જરૂરી માર્ગદર્શિકા આપી હતી.

જિલ્લા અને પોલીસ વહીવટ તરફથી રાહુલની સુરક્ષાને લઈને તૈયારી પૂર્ણ થઈ ગઈ છે. કાર્યક્રમના સ્થળે વહીવટી અધિકારી અને પોલીસ દળની ડ્યૂટી પણ લગાવામાં આવી છે. જિલ્લા અધ્યક્ષ યોગન્દ્ર મિશ્રાએ જણાવ્યું હતું કે તેમને લઈને મીટિંગ માટે તૈયારીઓ કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.