Not Set/ રાહુલ ગાંધીએ પીએમ મોદી સાથે કરી વાત, કેરળના પૂર પીડિતો માટે માંગી મદદ

દિલ્હી કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ શુક્રવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે કેરળ અને તેમના મત વિસ્તાર વાયનાડની ગંભીર પૂર પરિસ્થિતિ વિશે વાત કરી હતી અને તેમની મદદ માંગી હતી. વાયનાડના સાંસદ રાહુલ ગાંધીના સત્તાવાર ટ્વિટર હેન્ડલ અનુસાર, તેમણે વડા પ્રધાન સાથે વાત કરી હતી, અને કેરળમાં ખાસ કરીને વાયનાડમાં પૂર અને ભૂસ્ખલનથી અસરગ્રસ્ત લોકો માટે […]

Top Stories India
aade 11 રાહુલ ગાંધીએ પીએમ મોદી સાથે કરી વાત, કેરળના પૂર પીડિતો માટે માંગી મદદ

દિલ્હી

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ શુક્રવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે કેરળ અને તેમના મત વિસ્તાર વાયનાડની ગંભીર પૂર પરિસ્થિતિ વિશે વાત કરી હતી અને તેમની મદદ માંગી હતી.

વાયનાડના સાંસદ રાહુલ ગાંધીના સત્તાવાર ટ્વિટર હેન્ડલ અનુસાર, તેમણે વડા પ્રધાન સાથે વાત કરી હતી, અને કેરળમાં ખાસ કરીને વાયનાડમાં પૂર અને ભૂસ્ખલનથી અસરગ્રસ્ત લોકો માટે તમામ સંભવિત સહાયની માંગ કરી હતી.

વડા પ્રધાને આ ડિઝાસ્ટરની અસરોને ઓછી કરવા માટે તમામ પ્રકારની સહાય પૂરી પાડવાની ખાતરી આપી છે.

અગાઉ, દેશના ઘણા ભાગો અને કેરળમાં આવેલ  વિનાશક પૂર અંગે ચિંતા વ્યક્ત કરતા રાહુલ ગાંધીએ ગુરુવારે પક્ષના કાર્યકરોને પૂર પીડિતોને મદદ કરવા આગળ આવવાનું આહ્વાન કર્યું હતું.કેરળમાં બચાવ કામગીરી ચાલી રહી હોવાથી રાહુલ ગાંધીને ત્યાંના તંત્રએ આવવાની  મનાઇ કરી હતી.

રાહુલ ગાંધીએ કેરળના ત્રણ કલેક્ટર સાથે પણ ફોન પર વાત કરીને સ્થિતિ વિશે જાણકારી મેળવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.