Not Set/ Railway પોતાના કર્મચારીઓને દશેરાએ આપી શકે છે ૭૮ દિવસનું બોનસ

નવી દિલ્હી: તહેવારોની પહેલાં Railway પોતાના કર્મચારીઓને બોનસ જાહેર કરી શકે છે. સરકાર આ અંગે આજે નિર્ણય કરી શકે છે. ન્યૂઝ એજન્સીના અહેવાલ મુજબ રેલવે તેનાં દરેક કર્મચારીને 18,000 રૂપિયા સુધીનું બોનસ આપી શકે છે. તેનો ફાયદો રેલવેના આશરે 12 લાખ નોન ગેઝેટેડ કર્મચારીઓને થશે. ઉલ્લેખનીય છે કે, દર વર્ષે રેલવે દ્વારા તેમના કર્મચારીઓને ૭૮ […]

Top Stories India Trending
Railway may give their employees 78 days bonus on Dussera

નવી દિલ્હી: તહેવારોની પહેલાં Railway પોતાના કર્મચારીઓને બોનસ જાહેર કરી શકે છે. સરકાર આ અંગે આજે નિર્ણય કરી શકે છે. ન્યૂઝ એજન્સીના અહેવાલ મુજબ રેલવે તેનાં દરેક કર્મચારીને 18,000 રૂપિયા સુધીનું બોનસ આપી શકે છે. તેનો ફાયદો રેલવેના આશરે 12 લાખ નોન ગેઝેટેડ કર્મચારીઓને થશે. ઉલ્લેખનીય છે કે, દર વર્ષે રેલવે દ્વારા તેમના કર્મચારીઓને ૭૮ દિવસનો પગાર બોનસ તરીકે આપવામાં આવે છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, આ બોનસ રેલવે બોર્ડના વર્ગ ત્રણ અને ચારના કર્મચારીઓને મળશે. બોનસના રૂપિયા સપ્લીમેન્ટરી બિલ પાસ કરીને એક જ દિવસમાં સીધા કર્મચારીઓના બેંક ખાતામાં જમા કરાવી દેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, આમાં રેલવે પ્રોટેક્શન ફોર્સ (આરપીએફ) અને રેલવે પ્રોટેક્શન સ્પેશિયલ ફોર્સ (આરપીએસએફ)ના કર્મચારીઓનો સમાવેશ કરવામાં આવતો નથી.

નેશનલ ફેડરેશન ઓફ ઇન્ડિયન રેલવેમેનના મહાસચિવ એમ. રઘુવાયાએ જણાવ્યું હતું કે, રેલવેએ ગત વર્ષની તુલનામાં આ વખતે ૧૬,000 કરોડ રૂપિયા કમાયા છે. જો કે તે ગત વર્ષની તુલનામાં વધારે છે. આ ઉપરાંત આશરે ૧૧૬૧ કરોડ ટન માલની હેરફેરથી પણ આવક થઈ છે.

તેમણે જણાવ્યું હતું કે, અમે 80 દિવસનું બોનસ આપવાની માંગણી કરી હતી, પરંતુ છેલ્લે અમે લોકો ૭૮ દિવસના બોનસ માટે સહમત થઈ ગયા હતા. બોનસથી રેલવે પર 2,000 કરોડ રૂપિયાનો બોજો પડશે. જો કે રેલવે કર્મચારીઓને બોનસ આપવા અંગે આજે મળનારી કેન્દ્ર સરકારની કેબિનેટની બેઠકમાં નિર્ણય લેવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, દર વર્ષે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર પોતાના કર્મચારીઓને દિવાળી બોનસ આપે છે.