Not Set/ બંગડી-મંગળસૂત્ર પહેરી 12 વર્ષના કિશોરે શા માટે ખાધો ગળે ફાંસો?

માની ના શકાય તેવા ચોંકાવનારા બનાવમાં રાજસ્થાનના કોટામાં ઓનલાઈન ગેમ રમવાના આદતી એવા 12 વર્ષના કિશોરે આત્મહત્યા કરી છે.કોટમાં ઓનલાઈન ગેમના કારણે આત્મહત્યાનો આ પ્રથમ કેસ છે. કુશાલ નામના આ કિશોર બ્લુવહેલ ગેમ રમવાની આદત વાળો હતો.કોટમાં સાયન્સ ટાઉનમાં રહેતા ફતેહચંદનનો.પુત્ર કુશાલ સ્વભાવનો સારો હતો અને તેણે આવું પગલું કેમ ભર્યું તે આશ્રયજનક છે. કુશાલે […]

Top Stories India
scfhasolclc 10 બંગડી-મંગળસૂત્ર પહેરી 12 વર્ષના કિશોરે શા માટે ખાધો ગળે ફાંસો?

માની ના શકાય તેવા ચોંકાવનારા બનાવમાં રાજસ્થાનના કોટામાં ઓનલાઈન ગેમ રમવાના આદતી એવા 12 વર્ષના કિશોરે આત્મહત્યા કરી છે.કોટમાં ઓનલાઈન ગેમના કારણે આત્મહત્યાનો આ પ્રથમ કેસ છે.

કુશાલ નામના આ કિશોર બ્લુવહેલ ગેમ રમવાની આદત વાળો હતો.કોટમાં સાયન્સ ટાઉનમાં રહેતા ફતેહચંદનનો.પુત્ર કુશાલ સ્વભાવનો સારો હતો અને તેણે આવું પગલું કેમ ભર્યું તે આશ્રયજનક છે.

કુશાલે પોતાના ઘરમાં જ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી.પરિવારના જણાવ્યા મુજબ, સોમવારની રાતે ભોજન કર્યા પછી તે પોતાના રૂમમાં સૂઈ ગયો હતો. મંગળવારની સવારે જ્યારે તે રૂમમાંથી બહાર આવતો ન હતો,ત્યારે સંબંધીઓ તેમના રૂમમાં ગયા અને જોતા. ત્યાં કોઈ હલચલ નહોતી.કુશાલના રૂમનો બાથરૂમ બંધ હતો. પરિવારએ દરવાજો ખખડાવ્યો પરંતુ અંદરથી કોઈ અવાજ કે પ્રતિક્રિયા નહોતી.

પરિવારના સભ્યો ચિંતિત થઈ ગયા અને તેઓએ બાથરૂમ બારણું તોડી નાખ્યું.અહીં કુશાલે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી.આઘાતજનક બાબત એ હતી કે તેણે પોતાના હાથમાં બંગડી અને તેના ગળામાં મંગલસૂત્ર પહેર્યાં હતા.પરિવાર તરત જ તેને હોસ્પિટલમાં લઇ ગયા, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો.

પરિવારના જણાવ્યા અનુસાર, કુશાલ  છેલ્લા થોડા દિવસોથી તે બ્લુ વ્હેલ જેવી ઑનલાઇન રમત રમી રહ્યો હતો. તે કારણે તેણે આત્મહત્યા કરી છે.

બીજી તરફ, પોલીસ કહે છે કે મૃત બાળક ઑનલાઇન રમતો રમતો હતો, પરંતુ તે કઈ રમત રમી રહ્યો હતો. તે હજુ સુધી જાણીતું નથી. પોલીસ તેની તપાસ કરી રહી છે.