Not Set/ રાજસ્થાન : નાના ભાઈ કરી મોટા ભાઈની હત્યા, જાણો શું છે મામલો

રાજસ્થાનના રાજસમંદ જિલ્લામાંથી એક એવો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એક ભાઈએ બીજા ભાઈને મારી-મારીને મારી નાખ્યો હતો.જણાવીએ કે  દિયરે તેની ભાભીની છેડતી કરી રહી હતી જ્યારે તેના મોટા ભાઇ એટલે કે મહિલાના પતિએ તેનો વિરોધ કર્યો, તો નાના ભાઈએ તેના જ મોટા ભાઈને લાકડીઓ વડે માર મારી મારી નાખ્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ તસોલ […]

India
AAAAAAAAAAAAAAAMAHU 1 રાજસ્થાન : નાના ભાઈ કરી મોટા ભાઈની હત્યા, જાણો શું છે મામલો

રાજસ્થાનના રાજસમંદ જિલ્લામાંથી એક એવો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એક ભાઈએ બીજા ભાઈને મારી-મારીને મારી નાખ્યો હતો.જણાવીએ કે  દિયરે તેની ભાભીની છેડતી કરી રહી હતી જ્યારે તેના મોટા ભાઇ એટલે કે મહિલાના પતિએ તેનો વિરોધ કર્યો, તો નાના ભાઈએ તેના જ મોટા ભાઈને લાકડીઓ વડે માર મારી મારી નાખ્યો હતો.

પોલીસના જણાવ્યા મુજબ તસોલ ગામમાં ભંવર લાલ (48) નામનો શખ્સ તેની પત્ની અને નાના ભાઈ ખમન (45) સાથે રહેતો હતો. જે દારૂ પીતો હતો તે તેની ભાભીની ઘણી વાર છેડતી કરતો હતો. શનિવારે રાત્રે તે દારૂ પીધા બાદ ઘરે આવ્યો ત્યારે તેણે તેની છેડતી કરવાનું શરૂ કર્યું હતું. જ્યારે મહિલાના પતિએ તેનો વિરોધ કર્યો ત્યારે બંને ભાઈઓ વચ્ચે ઝઘડો થયો હતો.

આ દરમિયાન મામલો એટલો વધી ગયો કે નાના ભાઈએ તેના મોટા ભાઈને લાકડી વડે માર મારવાનું શરૂ કરી દીધું અને આખરે તેણે માથું પટકાવીને મારી નાખ્યો. આ કેસમાં ભંવર લાલની પત્નીએ તેના દિયર ખમન સામે ગુનો દાખલ કર્યો છે. જે બાદ પોલીસે હત્યા બદલ ખમનની ધરપકડ કરી છે.

પોલીસના જણાવ્યા મુજબ આ કેસમાં ભંવર લાલે અગાઉ પડોશીઓને બોલાવ્યા હતા અને નાના ભાઈને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. તો બીજી બાજુ  ભાઇની હત્યા બાદ સ્થળ પરથી ભાગી રહેલા નાના ભાઈને ગામલોકોએ પકડી માર માર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.