Not Set/ પુલવામા હુમલા પર બોલ્યા શ્યામ પિત્રોડા- કેટલાક લોકોની ભૂલની સજા સમગ્ર PAK ને આપવી યોગ્ય નથી

દેશમાં હાલ ચુંટણીનું વાતાવરણ બનેલું છે અને તમામ પક્ષો મતદારોને તેમના સંબંધિત સ્તરે આકર્ષવામાં વ્યસ્ત છે, પરંતુ આ દરમિયાન ગાંધી પરિવારના ખુબ જ નિકટ અને ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના અધ્યક્ષ શ્યામ પિત્રોડાએ પુલવામા હુમલા પર મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે પુલવામા હુમલા માટે સમગ્ર પાકિસ્તાનને દોષ આપવો તે યોગ્ય નથી. સાથે જ તેઓએ મુંબઇ […]

Top Stories India Trending Politics
noo 1 પુલવામા હુમલા પર બોલ્યા શ્યામ પિત્રોડા- કેટલાક લોકોની ભૂલની સજા સમગ્ર PAK ને આપવી યોગ્ય નથી

દેશમાં હાલ ચુંટણીનું વાતાવરણ બનેલું છે અને તમામ પક્ષો મતદારોને તેમના સંબંધિત સ્તરે આકર્ષવામાં વ્યસ્ત છે, પરંતુ આ દરમિયાન ગાંધી પરિવારના ખુબ જ નિકટ અને ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના અધ્યક્ષ શ્યામ પિત્રોડાએ પુલવામા હુમલા પર મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે પુલવામા હુમલા માટે સમગ્ર પાકિસ્તાનને દોષ આપવો તે યોગ્ય નથી. સાથે જ તેઓએ મુંબઇ હુમલા માટે સમગ્ર પાકિસ્તાનને દોષિત ઠેરવવા માટે ખોટી રીતે કરાર આપ્યો છે.

14 ફેબ્રુઆરીના રોજ પુલવામામાં થયેલ આતંકી હુમલામાં 40 સૈનિકો માર્યા ગયા હતા અને આ મોટા હુમલા બાદ દેશમાં ઘણો રોષ ફેલાય ગયો હતો અને સરકાર પર દબાવ હતો કે તે આના પર તેમનો જવાબ આપે. પાછળથી ભારતીય સેનાએ પાકિસ્તાન સરહદમાં બાલાકોટમાં ઘૂસીને જૈશ-એ-મોહમ્મદના સ્થળોને નષ્ટ કર્યા હતા.

શ્યામ પિત્રોડાએ પુલવામા હુમલા વિશે કહ્યું, “હું આ હુમલા વિશે વધુ નથી જાણતો. તે દરેક પ્રકારના હુમલા જેવું છે. આવું જ મુંબઈમાં પણ થયું હતું. અમે આ વખતે રીએક્ટ કર્યું અને કેટલાક જહાજો મોકલવામાં આવ્યા, પરંતુ આ યોગ્ય માર્ગ નહોતો.

શ્યામ પિત્રોડાએ કહ્યું કે, પુલવામા હુમલા માટે સમગ્ર પાકિસ્તાન પર આરોપ લગાવો યોગ્ય નથી. કેટલાક લોકોની સજા સમગ્ર દેશને આપવી ન જોઈએ. એ જ રીતે મુંબઈ (26/11 આતંકી હુમલા) માં 8 લોકો આવે છે અને હુમલો કરી દે છે. આ માટે તમે આખા દેશ (પાકિસ્તાન) પર આરોપ લગાવી શકતા નહી. સહેલાઇથી સમજી શકાય છે કે કેટલાક લોકો અહીં આવે છે અને અહીં હુમલો કરે છે તો આના માટે આ  દેશના બધા જ નાગરિકો પર આરોપ લગાવી શકતા નથી. મને નથી લાગતું આ આ યોગ્ય માર્ગ છે.