Not Set/ PM મોદી-શાહ વિરુદ્વની ફરિયાદમાં SC એ EC ને નોટિસ ફટકારી

પીએમ મોદી અને અમિત શાહ વિરુદ્વ આચારસંહિતાના ઉલ્લંઘન મામલે આજે સર્વોચ્ચ ન્યાયાલયે સુનાવણી કરતા ચૂંટણીપંચને નોટિસ ફટકારી છે. કોર્ટે આજે કોંગ્રેસ સાંસદ સુષ્મિતા દેવે દાખલ કરેલી અરજી પર સુનાવણી હાથ ધરી હતી. હવે આ મામલે આગામી સુનાવણી ગુરુવારે હાથ ધરાશે. Supreme Court issues notice to Election Commission of India after hearing Congress MP Sushmita Dev's […]

Top Stories
664176 modi amit PM મોદી-શાહ વિરુદ્વની ફરિયાદમાં SC એ EC ને નોટિસ ફટકારી

પીએમ મોદી અને અમિત શાહ વિરુદ્વ આચારસંહિતાના ઉલ્લંઘન મામલે આજે સર્વોચ્ચ ન્યાયાલયે સુનાવણી કરતા ચૂંટણીપંચને નોટિસ ફટકારી છે. કોર્ટે આજે કોંગ્રેસ સાંસદ સુષ્મિતા દેવે દાખલ કરેલી અરજી પર સુનાવણી હાથ ધરી હતી. હવે આ મામલે આગામી સુનાવણી ગુરુવારે હાથ ધરાશે.

કોંગ્રેસએ સુપ્રીમમાં ફરિયાદ કરી હતી કે ચૂંટણીપંચે પીએમ મોદી અને અમિત શાહ વિરુદ્વ આચારસંહિતાના ઉલ્લંઘન બદલ કોઇ કાર્યવાહી કરી નથી.

કોર્ટમાં કોંગ્રેસ તરફથી હાજર રહેલા વકીલ મનુ સિંઘવીએ દલીલ રજૂ કરતા કહ્યું હતું કે ચૂંટણીપંચે તેની ફરિયાદો પર કોઇ સુનાવણી કરી નથી. જેને કારણે સુપ્રીમના દ્વાર ખખડાવ્યા પડ્યાં છે. પીએમ મોદી અને અમિત શાહ પર કોંગ્રેસે ભડકાઉ ભાષણનો આક્ષેપ લગાવ્યો છે. એ સિવાય સેના દ્વારા કરાયેલી કાર્યવાહીનો ઉલ્લેખ કરીને મતોનું ધ્રુવીકરણ કરવાની બન્નેએ કોશિશ કરી છે તેવો પણ આરોપ લગાવ્યો હતો. ત્યારબાદ સુપ્રીમે ચૂંટણીપંચને નોટિસ ફટકારી છે.

જણાવી દઇએ કે મંગળવારે ચૂંટણીપંચે પીએમ મોદી અને અમિત શાહ વિરુદ્વ થયેલી આચારસંહિતાના ઉલ્લંઘનની ફરિયાદ પર બેઠક યોજી હતી.