Not Set/ સોનિયા ગાંધીનું કન્યાદાન આ મહાન કવિએ કર્યું હતું, રાજીવ-સોનિયાના લગ્નની એવી વાતો જે કદી તમે જાણી નહીં હોય

મુંબઇ દેશનાં પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીની 20 ઓગષ્ટે 74મી જયંતી છે. રાજીવ ગાંધીની જન્મ જયંતીના અવસરે એમનાં સમાધી સ્થળે તેમના પત્નિ સોનિયા ગાંધી,પુત્રી પ્રિયંકા વાડ્રા અને પુત્ર રાહુલ ગાંધીએ એમને શ્રધ્ધાંજલી આપી હતી. આ ઉપરાંત પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહ, પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી, રોબર્ટ વાડ્રા સહિત કોંગ્રેસના અન્ય નેતાઓએ પણ રાજીવ ગાંધીને શ્રધ્ધાંજલી અર્પણ કરી […]

India Trending
k સોનિયા ગાંધીનું કન્યાદાન આ મહાન કવિએ કર્યું હતું, રાજીવ-સોનિયાના લગ્નની એવી વાતો જે કદી તમે જાણી નહીં હોય

મુંબઇ

દેશનાં પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીની 20 ઓગષ્ટે 74મી જયંતી છે. રાજીવ ગાંધીની જન્મ જયંતીના અવસરે એમનાં સમાધી સ્થળે તેમના પત્નિ સોનિયા ગાંધી,પુત્રી પ્રિયંકા વાડ્રા અને પુત્ર રાહુલ ગાંધીએ એમને શ્રધ્ધાંજલી આપી હતી. આ ઉપરાંત પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહ, પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી, રોબર્ટ વાડ્રા સહિત કોંગ્રેસના અન્ય નેતાઓએ પણ રાજીવ ગાંધીને શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી.

 રાજીવ ગાંધીનો જન્મ 20 ઓગસ્ટ, 1944ના થયો હતો અને1991માં તમિલનાડુમાં એમની હત્યા કરવામાં આવી હતી.

sonia gandhi rajiv gandhi wedding के लिए इमेज परिणाम

આજે રાજીવ ગાંધીની જન્મ જયંતીએ અમે આપને એક એવી વાત જણાવવા જઈ રહ્યા છીએ જે રાજીવ ગાંધી અને તેમના ખાસ મિત્ર ગણાતા સુપર સ્ટાર અમિતાબ બચ્ચન સાથે જોડાયેલી છે. રાજીવ ગાંધી અને અમિતાભ બચ્ચન બાળપણથી મિત્રો હતા. જયારે પણ બંને એકબીજાને મળતા ત્યારે મોજ મસ્તી સાથે પોતાના સુખ દુખની વાતો એકબીજાને શેર કરતા. કહેવાય છે કે રાજીવ ગાંધી જયારે અમિતાભ બચ્ચનને મળ્યા ત્યારે માત્ર ચાર વર્ષનાં જ હતા. રાજીવ ગાંધીએ પહેલીવાર અમિતાભને પોતાની માતા ઇન્દિરા ગાંધીના ખોળામાં જોયા હતા. માતા ઇન્દિરાએ બંને બાળકોની મિત્રતા કરાવી હતી.

wwwm સોનિયા ગાંધીનું કન્યાદાન આ મહાન કવિએ કર્યું હતું, રાજીવ-સોનિયાના લગ્નની એવી વાતો જે કદી તમે જાણી નહીં હોય

જો કે સમયના વહેણ વહેતા ગયા અને બંને મિત્રો પરણવા લાયક ઉંમરે પહોંચ્યા હતા. ત્રણ વર્ષનાં લાંબા લવ અફેર બાદ રાજીવ ગાંધીસોનિયા ગાંધી સાથે લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો. માતા ઇન્દિરા ગાંધી પણ પોતાના દીકરાના આ લગ્ન માટે તૈયાર થઇ ગયા હતા. લગ્ન માટે 1968માં સોનિયા ગાંધી પહેલીવાર ભારત આવ્યા હતા. જોકે એમની સાથે ઇટલીથી પરિવારનાં બીજા કોઈ સભ્યો આવ્યા ન હતા. તો આ પરિસ્થિતિમાં ઇન્દિરા ગાંધી અને રાજીવ ગાંધી સામે સૌથી મોટી સમસ્યા એ હતી કે લગ્ન  સમગ્ર વિધિ સાથે કેવી રીતે  પૂર્ણ કરવા.ભારતીય રીત રીવાજ મુજબ લગ્નમાં કન્યાનાં પિતા કન્યાદાનની રસમ નિભાવે છે.પરંતું સોનિયા ગાંધીનું કન્યાદાન કોણ આપે તે પણ મોટો સવાલ હતો.

p 1 સોનિયા ગાંધીનું કન્યાદાન આ મહાન કવિએ કર્યું હતું, રાજીવ-સોનિયાના લગ્નની એવી વાતો જે કદી તમે જાણી નહીં હોય

લગ્નની વિધીને લઇને ઇન્દિરા ગાંધી અને રાજીવ ગાંધી પોતે પણ ઘણાં ચિંતિત હતા.આવા સમયે રાજીવ ગાંધી લગ્નની વિધીની સમસ્યા સાથે પોતાનાં બાળપણના  દોસ્ત અમિતાભના ઘરે પહોચી ગયા. અમિતાભે રાજીવ ગાંધીના લગ્નની સમસ્યા વિશે તેમના માતા પિતા તેજી બચ્ચન અને હરિવંશરાયને કહી અને સાથે એક વિચાર પણ રજુ કર્યો કે સોનિયા ગાંધીના લગ્ન પોતાના જ ઘરમાં જ કરવામાં આવે તો ? અમિતાભનો આ વિચાર દરેકને પસંદ આવ્યો.

sonia gandhi rajiv gandhi wedding के लिए इमेज परिणाम

જયારે સોનિયા ગાંધી 13 જાન્યુઆરી 1968ના રોજ દિલ્લી એરપોર્ટ પર આવ્યા ત્યારે રાજીવ ગાંધી સાથે અમિતાભ બચ્ચન પણ એમને રીસીવ કરવા માટે પહોચી ગયા હતા. ભારતીય પરંપરા મુજબ સોનિયા ગાંધી લગ્ન પહેલાં રાજીવ ગાંધીના ઘરે જઈ શકે નહી એટલા માટે તેઓ અમિતાભના ઘરે જ રોકાયા હતા. સોનિયા ગાંધી અમિતાભ બચ્ચનનાં ઘરે 45 દિવસ સુધી રહ્યા હતા. ત્યારબાદ અમિતાબના ઘરે જ રાજીવ ગાંધી જાન લઈને આવ્યા હતા. હરિવંશરાયે સોનિયા ગાંધીનું કન્યાદાન કર્યું હતું અને આ રીતે અમિતાભના ઘરે જ રાજીવ અને સોનિયા ગાંધીની લગ્નવિધિ સંપન્ન થઇ હતી.