Not Set/ રેલવે એન્જિનમાં GPS લગાવવાનું શરૂ, પેસેન્જર જાણી શકશે ટ્રેનનું ચોક્કસ લોકેશન

અમદાવાદ: હવે બહુ ટૂંક સમયમાં રેલવેમાં મુસાફરી કરવા ઇચ્છુક પ્રવાસીઓને ટ્રેન ક્યાં પહોંચી, કેટલી મોડી છે? વગેરેની તમામ માહિતી ચોક્કસ સ્વરૂપે મળશે એટલું જ નહીં, રેલવે સ્ટેશન પરના શોરબકોર અને ઘોંઘાટિયા વાતાવરણમાં સ્પીકર પર એનાઉન્સ થતા ટ્રેનના સમય કે મોડી થવાની સૂચનાઓ પર પણ ધ્યાન કેન્દ્રિત કરવું નહીં પડે. જેના માટે રેલવે તંત્ર દ્વારા ટ્રેનના […]

Top Stories India Trending
Starting GPS in Railway Engine, Passenger will know Exact Location of the train

અમદાવાદ: હવે બહુ ટૂંક સમયમાં રેલવેમાં મુસાફરી કરવા ઇચ્છુક પ્રવાસીઓને ટ્રેન ક્યાં પહોંચી, કેટલી મોડી છે? વગેરેની તમામ માહિતી ચોક્કસ સ્વરૂપે મળશે એટલું જ નહીં, રેલવે સ્ટેશન પરના શોરબકોર અને ઘોંઘાટિયા વાતાવરણમાં સ્પીકર પર એનાઉન્સ થતા ટ્રેનના સમય કે મોડી થવાની સૂચનાઓ પર પણ ધ્યાન કેન્દ્રિત કરવું નહીં પડે. જેના માટે રેલવે તંત્ર દ્વારા ટ્રેનના એન્જિનમાં GPS લગાવવામાં આવશે.

મુસાફરોની સુવિધા માટે તાજેતરમાં જ રેલવે તંત્ર દ્વારા વોટ્સએપ નંબર જાહેર કરવામાં આવ્યા છે, જેમાં સંબંધિત ટ્રેન અંગેની તમામ માહિતી પીએનઆર નંબર મૂકવાથી મળી રહેશે, પરંતુ આ માહિતી પ્રવાસીને ચોક્કસ સ્વરૂપે મળે તે પણ જરૂરી છે.

આ માટે જીપીએસ‌ અત્યંત આવશ્યક હોવાથી રેલવે તંત્ર દ્વારા ટ્રેનના રેલવે એન્જિનમાં જીપીએસ લગાવવાનું શરૂ કરવામાં આવ્યું છે, જેના કારણે ટ્રેનનું ચોક્કસ લોકેશન પણ જાણી શકાશે.

જીપીએસના માધ્યમથી બીજા અનેક ફાયદા પણ થશે, જેમ કે અત્યારે સ્ટેશન માસ્તર દ્વારા ટ્રેનના આવવા-જવાનો રેકોર્ડ મેન્ટેઇન કરવામાં આવે છે, પરંતુ જીપીએસ લાગ્યા બાદ આપોઆપ તેમાં ડેટા ફીડ થઇ જશે કે, કઇ ટ્રેન કેટલા વાગ્યે કયા સ્ટેશન પર આવી અને ઉપડી.

રેલવેતંત્ર દ્વારા ટ્રેનને તેના નિયત સમયે દોડાવવા માટે ઘણા પ્રયાસ કરવામાં આવે છે, પરંતુ મોટા ભાગની ટ્રેન તેના નિયત સમય કરતાં હંમેશા પાંચ મિનિટથી લઈને ૧પ મિનિટ મોડી પડતી રહે છે.

જોકે રેલવેના પ્રવાસીઓ પણ આ બાબતથી હવે ટેવાઇ ગયા છે, પણ ઘણી વખત ટ્રેન તેના નિયત સમય કરતાં અડધો કલાક કે તેથી વધુ સમય માટે મોડી પડે તો મુસાફરો ભારે નારાજગી સાથે સ્ટેશન માસ્તરની ઓફિસમાં વારંવાર પૂછપરછ કરવા માટે દોડી જતાં હોવાનું પણ જોવા મળે છે.

આ સંજોગોમાં તાજેતરમાં રેલવે તંત્ર દ્વારા એક વોટસએપ નંબર જાહેર કરવામાં આવ્યો છે. આ વોટસએપ નંબર પર પીએનઆર નંબર લખવાથી તરત જ ટ્રેન અંગેની તમામ માહિતી મુસાફરને મળી જશે. જો કે,  પીએનઆર વગર મુસાફરને આ અંગેની એક પણ માહિતી મળી શકશે નહિ.

ટ્રેનના એન્જિનમાં જીપીએસ લાગી જવાથી જે તે ટ્રેન ક્યાં પહોંચી છે, કેટલા સમયમાં સ્ટેશન પર આવશે તે અંગેની માહિતી પણ ઓટોમેટિક રીતે તેમાં આવી જશે. તેથી અત્યારે જે મેન્યુઅલી કાર્યવાહી થાય છે તે હવે ઓનલાઇન અને ઓટોમેટિક થશે.

મુસાફરોએ માત્ર એક જ ક્લિક કરવાની રહેશે જેનાથી સંબંધિત ટ્રેનનું ચોક્કસ લોકેશન જાણી શકાશે. તેથી સ્ટેશન પર વહેલાં આવીને તેમને કલાકો સુધી બેસી રહેવું નહીં પડે.

હાલમાં શતાબ્દી ટ્રેનોના આ સિસ્ટમ લાગી ચૂકી છે. આશ્રમ એકસપ્રેસ, રાજધાની, દૂરંતો સહિતની પ્રિમીયમ ટ્રેનોમાં આ સિસ્ટમ લગાવવાનું કામ ચાલુ છે.

રેલવે વિભાગના અધિકારીના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં વેસ્ટર્ન રેલવેની રપથી વધુ ટ્રેનમાં આ સિસ્ટમ લાગી ચૂકી છે. ડિસેમ્બર સુધીમાં તમામ ફાસ્ટ પ્રીમિયમ ટ્રેનમાં જીપીએસ કાર્યરત થઇ જશે.