Covid-19/ કોરોના મહામારી પર કાબુ મેળવવામાં સફળ ભારત, આજે નોંધાયા માત્ર આટલા કેસ

ભારતમાં કોરોનાનાં કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં કુલ 12 હજાર 830 નવા કેસ સામે આવ્યા છે. જો કે, કોરોના હજુ પણ પૂરી રીતે આપણા જીવનમાંથી ગયો નથી.

Top Stories India
કોરોનાનાં કેસ

દેશમાં તહેવારોની સીઝન શરૂ થઇ રહી છે, ત્યારે જનતાએ સાવધાની રાખવાની જરૂર છે અને સરકારની ગાઇડલાઇન મુજબ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ રાખી પોતાની ફરજને સમજવાની પણ જરૂર છે. જો કે આજે દેશમાં કોરોનાનાં કેસમાં ઘણો ઘટાડો જોવા મળી રહ્યો છે, જે દર્શાવે છે કે દેશની જનતા હવે આ મહામારીને લઇને જાગૃત થઇ ગઇ છે.

આ પણ વાંચો – ભાવ વધારો / આબકારી નીતિના લીધે દિલ્હીમાં દારૂ મોંઘો થઇ શકે છે,8 થી 9 ટકાનો ભાવ વધારાે થવાની સંભાવના

ભારતમાં કોરોનાનાં કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં કુલ 12 હજાર 830 નવા કેસ સામે આવ્યા છે. જો કે, કોરોના હજુ પણ પૂરી રીતે આપણા જીવનમાંથી ગયો નથી, આવુ એટલા માટે કહી શકયા છે કારણ કે છેલ્લા એક દિવસમાં કુલ 440 દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. વળી, કોરોનાથી સાજા થનારા દર્દીઓની સંખ્યા તેના નવા કેસ કરતા વધુ હતી. તાજેતરનાં આંકડા અનુસાર, દેશની અંદર 24 કલાકમાં કોરોનાનાં 14 હજાર 667 દર્દીઓ સાજા થયા છે. આ સાથે, અત્યાર સુધીમાં દેશમાં કોરોના દર્દીઓની કુલ સંખ્યા 3 કરોડ 36 લાખ 55 હજાર 842 પર પહોંચી ગઈ છે.

આ પણ વાંચો – ગજબ ફેશન / ફેશન ડિઝાઈનર પત્નીએ ઘરમાં પડેલા ખરાબ માસ્કમાંથી બનાવ્યું સ્ટાઈલિશ આઉટફિટ, હર્ષ ગોયનકાએ આ રીતે કર્યા વખાણ

વળી, દેશમાં અત્યાર સુધીમાં કોરોનાનાં કુલ 4 લાખ 58 હજાર 186 દર્દીઓનાં મોત પણ થયા છે. હાલમાં દેશમાં કોરોનાના માત્ર 1 લાખ 59 હજાર 272 દર્દીઓ છે. વળી, કુલ કેસ વધીને 3 કરોડ 42 લાખ 73 હજાર 300 થઈ ગયા છે. તાજા કેસોમાંથી 7 હજાર 427 કેસ એકલા કેરળ રાજ્યનાં છે. વળી, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 62 લોકોનાં મોત થયા છે. દેશમાં સાપ્તાહિક પોઝિટિવિટી રેટ 1.18 ટકા નોંધવામાં આવ્યો છે, જે છેલ્લા 37 દિવસથી બે ટકાથી નીચે રહ્યો છે. દૈનિક પોઝિટિવિટી રેટ પણ 1.13 ટકા નોંધવામાં આવ્યો છે. છેલ્લા 27 દિવસથી તે 2 ટકાથી નીચે રહ્યો છે. અત્યાર સુધીમાં (30 ઓક્ટોબર સુધી) દેશમાં કુલ 60.83 કરોડ સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. છેલ્લા 24 કલાકમાં લોકોને રસીનાં 68,04,806 ડોઝ આપવામાં આવ્યા છે. રાષ્ટ્રીય રસીકરણ અભિયાન હેઠળ, લોકોને અત્યાર સુધીમાં કુલ 106.14 કરોડ રસીનાં ડોઝ આપવામાં આવ્યા છે.