Not Set/ સુડાનનો વિગ્રહ જંગલિયત પર, સૈન્યના જવાનોએ 70 બળાત્કાર કર્યા

સુડાનમા મિલિટરી શાસન સામે ચાલી રહેલ લોકશાહી ચળવળમાં અનેક જંગલિયતભર્યા કિસ્સા સામે આવી રહ્યા છે.સુડાનના પેરામિલિટરી ફોર્સના જવાનોએ 70 જેટલા રેપ કર્યા હોવાનું સામે આવ્યું છે.સુદાનની રાજધાની ખાર્તૂમમા એક કેમ્પમાં 70થી વધુ બળાત્કારના કેસો સામે આવ્યા છે. ડોકટરોનો દાવો છે કે અર્ધલશ્કરી બળોના જવાનોએ હુમલા બાદ ઘણી મહિલાનો રેપ કર્યો. સોમવારે થયેલ અર્ધલશ્કરી બળોના હુમલામાં […]

Top Stories India
ytgv 2 સુડાનનો વિગ્રહ જંગલિયત પર, સૈન્યના જવાનોએ 70 બળાત્કાર કર્યા

સુડાનમા મિલિટરી શાસન સામે ચાલી રહેલ લોકશાહી ચળવળમાં અનેક જંગલિયતભર્યા કિસ્સા સામે આવી રહ્યા છે.સુડાનના પેરામિલિટરી ફોર્સના જવાનોએ 70 જેટલા રેપ કર્યા હોવાનું સામે આવ્યું છે.સુદાનની રાજધાની ખાર્તૂમમા એક કેમ્પમાં 70થી વધુ બળાત્કારના કેસો સામે આવ્યા છે. ડોકટરોનો દાવો છે કે અર્ધલશ્કરી બળોના જવાનોએ હુમલા બાદ ઘણી મહિલાનો રેપ કર્યો.

સોમવારે થયેલ અર્ધલશ્કરી બળોના હુમલામાં 100 થી વધુ લોકો માર્યા ગયા છે, જ્યારે 700 લોકોને ઇજા થવાનો અહેવાલ છે. ડોક્ટરો પણ દાવો કરે છે કે ઘણા વિરોધીઓ માર્યા ગયા છે અને તેમના શરીરને નાઇલ નદીમાં ફેંકી દેવામાં અવી રહ્યા છે.સુડાનમાં સંદેશાવ્યવહાર પર પ્રતિબંધ હોવા છતાં, અર્ધલશ્કરી બળોના સૈનિકો દ્વારા બલવાખોરોની મહિલાઓના બળાત્કારના અહેવાલો સામે આવી રહ્યા છે.

ડોક્ટરોની કેન્દ્રીય સમિતિ સાથે સંકળાયેલા એક ડોક્ટરએ જણાવ્યું હતું કે ખાર્તુમમાં હોસ્પિટલોમાં થયેલા હુમલાઓ પછી 70 થી વધુ બળાત્કારના કેસ નોંધાયા છે.રોયલ કેર હોસ્પિટલના ડોક્ટરએ કહ્યું કે તેમણે 8 બળાત્કાર ભોગ બનેલા લોકોનો ઈલાજ કર્યો છે, જેમાં પાંચ મહિલાઓ અને ત્રણ પુરૂષ સામેલ છે.

ખાર્તૂમ હોસ્પિટલના એક સૂત્રએ કહ્યું કે તેની પાસે બે બળાત્કારના કેસ છે, જેમાંના એકમાં ચાર અર્ધલશ્કરી જવાનો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. ઘણા સાક્ષીઓએ સોશિયલ મીડિયા પર આ મુદ્દાઓ શેર કર્યા છે.ઘણા પીડિતો તબીબી સારવાર લેવાથી દૂર રહે છે કારણ કે તેઓ સૈન્યથી ડરતા હોય છે. માનવ અધિકાર જૂથો કહે છે કે જાતીય હિંસાના અહેવાલો વિશ્વસનીય છે.

હાલ સુડાણમાં સેનાનું શાસન છે. 6 એપ્રિલથી, લોકશાહીની માંગણી સાથે પ્રદર્શનકારો સેનાના મુખ્ય મથકની સામે પ્રદર્શન કરી રહ્યા છે. ત્યારથી સેનાએ રાષ્ટ્રપતિ ઓમર અલ-બશીરને અપહરણ કર્યું હતું, તેથી પ્રદર્શનકારો સુડાનની શક્તિ પર સેના સાથે વાટાઘાટ કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા.

પ્રદર્શનકારોની માંગ છે કે ચૂંટણીઓને લાંબો સમય મળવો જોઈએ જેથી ચૂંટણી ચૂંટણી યોગ્ય રીતે થઇ શકે અને અગાઉની સરકાર દૂર થઈ શકે.

આ પહેલાં લશ્કર અને વિરોધીઓ વચ્ચે એક કરાર થયો હતો કે સુડાનમાં 3 વર્ષ પછી ચૂંટણી થશે પરંતુ અર્ધસૈન્ય બળોએ સોમવારે પ્રદર્શકો પર ગોળી ચલાવી જેના પછી સુડાનમાં વિરોધ કાર્યકર્તાઓએ દેશની સૈન્ય પરિષદની વાટાઘાટો માટે દરખાસ્તને નકારી કાઢી હતી. વિરોધ પક્ષનું કહેવું છે કે વિરોધીઓના હિંસક દમન પછી, તેઓ વિશ્વાસપાત્ર નથી.