Not Set/ ટિકટોક એપ પર મદ્રાસ હાઇકોર્ટ 24 એપ્રિલ સુધી આપે ચુકાદો – સુપ્રીમનો આદેશ

નવી દિલ્હી, દેશભરમાં લોકપ્રિય અને હાલમાં વિવાદોમાં ઘેરાયેલી ટિક ટોક એપના પ્રતિબંધ પર સોમવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઇ હતી. સુપ્રીમ કોર્ટે મદ્રાસ હાઇકોર્ટને 24 એપ્રિલ સુધી વચગાળાની રોક પરના આદેશ પર વિચારીને નિર્ણય લેવાનું કહ્યું છે. મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઇની અધ્યક્ષતા હેઠળની બેન્ચ જણાવ્યું હતું કે જો મદ્રાસ હાઇકોર્ટ  24 એપ્રિલના રોજ ચૂકાદો નહીં આપે […]

Tech & Auto
tiktok social 1 ટિકટોક એપ પર મદ્રાસ હાઇકોર્ટ 24 એપ્રિલ સુધી આપે ચુકાદો – સુપ્રીમનો આદેશ

નવી દિલ્હી,

દેશભરમાં લોકપ્રિય અને હાલમાં વિવાદોમાં ઘેરાયેલી ટિક ટોક એપના પ્રતિબંધ પર સોમવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઇ હતી. સુપ્રીમ કોર્ટે મદ્રાસ હાઇકોર્ટને 24 એપ્રિલ સુધી વચગાળાની રોક પરના આદેશ પર વિચારીને નિર્ણય લેવાનું કહ્યું છે. મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઇની અધ્યક્ષતા હેઠળની બેન્ચ જણાવ્યું હતું કે જો મદ્રાસ હાઇકોર્ટ  24 એપ્રિલના રોજ ચૂકાદો નહીં આપે તો એપ પરના પ્રતિબંધને દૂર કરવામાં આવશે.

 અગાઉ સુપ્રીમ કોર્ટે હાઇકોર્ટના નિર્ણય પર રોક લગાવાથી ઇનકાર કર્યો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે હાલમાં તો મદ્રાસ હાઇકોર્ટ આ મામલે સુનાવણી કરી રહી છે. ટિકટોકનું માલિકત્વ ધરાવતી બાઇટ ડાન્સે કહ્યું હતું કે મદ્રાસ હાઇકોર્ટની મદુરાઇ બેન્ચે કંપનીના પક્ષની ગેરહાજરીમાં એપ પર પ્રતિબંધનો એકતરફી નિર્ણય આપ્યો છે. આ આધારે કંપનીએ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરીને મદ્રાસ હાઇકોર્ટના આદેશ પર રોક લગાવાની માંગ કરી હતી જે સુપ્રીમ કોર્ટે ફગાવી હતી.