Not Set/ SC માં કલમ 370 ને લગતી અરજીઓ પર સુનાવણી : મહેબૂબાની પુત્રીને માતાને મળવાની મળી મંજૂરી

સુપ્રીમ કોર્ટે આજે કલમ 370 ને લગતી વિવિધ અરજીઓની સુનાવણી થઈ છે. આ દરમિયાન કોર્ટે જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીની પુત્રી ઇલ્તિજાને ખાનગીમાં રીતે ચેન્નઈથી શ્રીનગર જઈને તેની માતાને મળવાની મંજૂરી આપી હતી. જો કે કોર્ટે એમ પણ કહ્યું હતું કે તે શ્રીનગરના અન્ય ભાગોમાં જઈ શકે છે અને જો જરૂર પડે તો સત્તાધીશોને પૂર્વમાં […]

Top Stories India
aaaaaaaaaamahi pp 7 SC માં કલમ 370 ને લગતી અરજીઓ પર સુનાવણી : મહેબૂબાની પુત્રીને માતાને મળવાની મળી મંજૂરી

સુપ્રીમ કોર્ટે આજે કલમ 370 ને લગતી વિવિધ અરજીઓની સુનાવણી થઈ છે. આ દરમિયાન કોર્ટે જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીની પુત્રી ઇલ્તિજાને ખાનગીમાં રીતે ચેન્નઈથી શ્રીનગર જઈને તેની માતાને મળવાની મંજૂરી આપી હતી. જો કે કોર્ટે એમ પણ કહ્યું હતું કે તે શ્રીનગરના અન્ય ભાગોમાં જઈ શકે છે અને જો જરૂર પડે તો સત્તાધીશોને પૂર્વમાં મંજૂરી લેવી પડશે.

માકપા નેતા તરિગામીને શ્રીનગરથી એમ્સ સ્થાનાંતરિક કરવાનો આદેશ આપ્યો

સુપ્રીમ કોર્ટે માકપાના નેતા મોહમ્મદ યુસુફ તરિગામીને શ્રીનગરથી દિલ્હીના એમ્સમાં દાખલ કરવા આદેશ આપ્યો છે. તરિગામી શ્રીનગરમાં તેમના ઘરમાં નજરકેદ છે. સીજેઆઈ રંજન ગોગોઈની અધ્યક્ષતાવાળી ખંડપીઠે કહ્યું કે તે માકપાના પૂર્વ ધારાસભ્ય તરિગામીને અહીંના એમ્સમાં સ્થાનાંતરિત કરવાના પક્ષમાં છે. આના પર યેચુરીએ બેંચને કહ્યું હતું કે, જો તરિગામીને વધુ સારી સારવાર માટે એમ્સમાં દાખલ કરવામાં આવે છે, તો તેને કોઈ વાંધો નથી.

આપને જણાવી દઈએ કે સુપ્રીમ કોર્ટે અગાઉ યેચુરીને તેમની પાર્ટીના બીમારી સહાયક તરિગામીને મળવા જમ્મુ-કાશ્મીરની મુલાકાત લેવાની મંજૂરી આપી હતી. જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપતા બંધારણની કલમ 370  નાબૂદ કર્યા બાદથી તારિગામી નજરકેદ છે.

ભસીનની અરજી પર આદેશ આપવાનો ઇનકાર

કાશ્મીર ટાઇમ્સના એગ્જીક્યુટિવ એડિટર અનુરાધા ભસીનની અરજી પર કોર્ટે કેન્દ્રને નોટિસ ફટકારી છે. તેમજ આજે કોઈ પણ આદેશ આપવાનો ઇનકાર કર્યો છે. અગાઉ, એટોર્ની જનરલ કે.કે. વેણુગોપાલે કોર્ટને જણાવ્યું હતું કે, “પરિસ્થિતિમાં સુધારો થયો છે. 80 ટકાથી વધુ લેન્ડલાઈન કનેક્શન્સ પુનસ્થાપિત કરવામાં આવ્યા છે.”

કોર્ટે કહ્યું કે તે 16 સપ્ટેમ્બરે તમામ અરજીઓની સુનાવણી કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.