Not Set/ ન્યુઝ ચેનલની મહિલા એન્કરે ચોથા માળ પરથી ઝંપલાવી જીવન ટુંકાવ્યું, ફ્લેટમાંથી મળી દારૂની બોટલ

દેશની પ્રખ્યાત ન્યુઝ ચેનલમાં એન્કર તરીકે કામ કરતી મહિલાએ  નોઇડામાં ચોથા માળ પરથી શંકાસ્પદ રીતે કુદકો મારીને જીવન ટુંકાવ્યું છે. ૧૪ ડીસેમ્બરના રોજ રાત્રે ૩:૩૦ વાગ્યે આ ઘટના બની હતી. મૃતક મહિલા એન્કરની ઓળખાણ રાધિકા કૌશિક તરીકે થઇ છે. પોલીસને માહિતી મળતા તે ઘટના સ્થળે પહોચી ગઈ હતી. પોલીસે રાધિકાની ડેડ બોડીને પોસ્ટ મોર્ટમ માટે […]

Top Stories India Trending
girlradhika ન્યુઝ ચેનલની મહિલા એન્કરે ચોથા માળ પરથી ઝંપલાવી જીવન ટુંકાવ્યું, ફ્લેટમાંથી મળી દારૂની બોટલ

દેશની પ્રખ્યાત ન્યુઝ ચેનલમાં એન્કર તરીકે કામ કરતી મહિલાએ  નોઇડામાં ચોથા માળ પરથી શંકાસ્પદ રીતે કુદકો મારીને જીવન ટુંકાવ્યું છે.

૧૪ ડીસેમ્બરના રોજ રાત્રે ૩:૩૦ વાગ્યે આ ઘટના બની હતી. મૃતક મહિલા એન્કરની ઓળખાણ રાધિકા કૌશિક તરીકે થઇ છે.

પોલીસને માહિતી મળતા તે ઘટના સ્થળે પહોચી ગઈ હતી. પોલીસે રાધિકાની ડેડ બોડીને પોસ્ટ મોર્ટમ માટે મોકલી દીધી છે.

રાધિકા હતી જયપુરની રહેવાસી 

રાધિકા સેક્ટર ૭૭માં અંતરીક્ષ ફોરેસ્ટ એપાર્ટમેન્ટમાં રહેતી હતી. આ ફ્લેટના ચોથા માળ પરથી તેણે જંપલાવ્યું હતું. રાધિકાનો પરિવાર જયપુર રહે છે. તેના પરિવારને ખબર મળતા તેઓ દિલ્લી આવવા માટે નીકળી ગયા હતા.

આ ચેનલમાં હતી મહિલા એન્કર 

રાધિકા ZEE RAJSTHAN માં મહિલા એન્કર તરીકે કામ કરતી હતી. જયપુરની રહેવાસી રાધિકા ચાર મહિના પહેલા જ દિલ્લી શિફ્ટ થઇ હતી.

રૂમમાંથી મળી દારૂની બોટલ 

જે સમયે રાધિકા ફ્લેટ પરથી નીચે પડી ત્યારે તેની સાથે તે જ ફ્લેટમાં  તેની સાથે કામ કરતો એન્કર રાહુલ અવસ્થી પણ હાજર હતો. પોલીસને રાધિકાના ફ્લેટની તપાસ દરમ્યાન રૂમમાંથી દારૂની બોટલ મળી આવી હતી.

સાથી એન્કરનો દાવો, ઘટના સમયે પોતે હતો બાથરૂમમાં 

રાહુલ રાધિકાનો મિત્ર અને સાથી એન્કર છે. પોલીસ હાલ રાહુલની પૂછપરછ કરી રહી છે. રાહુલે કહ્યું હતું કે જયારે રાધિકાએ કુદકો માર્યો હતો ત્યારે તે બાથરૂમમાં હતો.

આ કેસ હત્યા, આત્મહત્યા કે અકસ્માત છે તેની પર પોલીસને શંકા છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.