Not Set/ ખાનગી નોકરીયાતો માટે ગ્રેચ્યુઈટી મેળવવાની સમય મર્યાદાને ઘટાડાશે

દિલ્હી: જો તમે પ્રાઈવેટ કંપનીમાં નોકરી કરો છો, તો આ સમાચાર તમને ખુશ કરી દેશે. કેન્દ્ર સરકાર દ્વારા આગામી લોકસભાની ચૂંટણી અગાઉ દેશના કરોડો ખાનગી કર્મચારીઓને રાહત આપવાની તૈયારી કરવામાં આવી રહી છે. સૂત્રોના જણાવ્યા મુજબ, કેન્દ્ર સરકાર આ વર્ષના અંત સુધી ગ્રેચ્યુઈટી મળવાની સમયસીમા ઘટાડવાની તૈયારી કરી રહી છે. હાલ કોઈ પણ કંપનીમાં કામ […]

Top Stories India Trending
Time Limit will be Reduced for obtaining gratuity for private jobs

દિલ્હી: જો તમે પ્રાઈવેટ કંપનીમાં નોકરી કરો છો, તો આ સમાચાર તમને ખુશ કરી દેશે. કેન્દ્ર સરકાર દ્વારા આગામી લોકસભાની ચૂંટણી અગાઉ દેશના કરોડો ખાનગી કર્મચારીઓને રાહત આપવાની તૈયારી કરવામાં આવી રહી છે. સૂત્રોના જણાવ્યા મુજબ, કેન્દ્ર સરકાર આ વર્ષના અંત સુધી ગ્રેચ્યુઈટી મળવાની સમયસીમા ઘટાડવાની તૈયારી કરી રહી છે. હાલ કોઈ પણ કંપનીમાં કામ કરનારા કર્મચારીને 5 (પાંચ) વર્ષની નોકરી પર ગ્રેચ્યુઈટી મળવાનું પ્રોવિઝન છે. હવે સરકાર દ્વારા આ સમય મર્યાદાને ઘટાડીને ત્રણ વર્ષ કરવાની તૈયારી ચાલી રહી છે.

સૂત્રો અનુસાર, ગ્રેચ્યુઈટીની સમય મર્યાદાને ઘટાડવા માટેની તૈયારીઓ હવે શરૂ કરી દેવામાં આવી છે અને લેબર મિનિસ્ટ્રીએ ઈન્ડસ્ટ્રીઝ પાસેથી આ મામલે સલાહ માંગી છે. શ્રમ મંત્રાલય આ મામલે ઈન્ડસ્ટ્રીનો મત જાણવા માંગે છે કે, આવું કરવાથી શું અસર પડશે? સાથે જ તેને લાગુ કરવામાં આવે તો શું તકલીફો આવી શકે છે? શ્રમ મંત્રાલયના સૂત્રોનું કહેવું છે કે, આ પ્રસ્તાવને સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝના નવા બોર્ડની સમક્ષ રાખવામા આવે.

સૂત્રોનું કહેવું છે કે, ગ્રેચ્યુઈટી મળવાની સમય મર્યાદા હાલમાં પાંચ વર્ષની છે તેને ઘટાડીને ત્રણ વર્ષ કરવામાં આવી શકે છે. આ ઉપરાંત ગ્રેચ્યુઈટીની ગણતરીની રીતમાં પણ બદલાવ લાવવા અંગે વિચારણા કરવામાં આવી રહી છે. જો કે, લેબર યુનિયન તરફથી ગ્રેચ્યુઈટીની સમય મર્યાદા તેનાથી પણ ઓછી કરવાની માંગણી કરવામાં આવી રહી છે.

ગ્રેચ્યુઈટી કર્મચારીના વેતન એટલે કે સેલેરીનો એ હિસ્સો છે, જે કંપની તેના એમ્પ્લોયરને તેની વર્ષોથી સેવાઓના બદલામાં આપે છે. ગ્રેચ્યુઈટી એ લાભકારી યોજના છે, જે રિટાયર્ડમેન્ટ લાભનો ભાગ છે અને નોકરી છોડવા કે પૂરી થવા પર કર્મચારીને કંપની દ્વારા આ લાભ આપવામાં આવે છે.