Not Set/ વારાણસી અને ગોરખપુરમાંથી સમાજવાદી પાર્ટી ઉતારશે ઉમેદવાર,એસપી-બીએસપીએ જાહેર કર્યુ લીસ્ટ

લખનૌ, 2019ની લોકસભાની ચૂંટણીમાં ભાજપને પછાડ આપવા માટે સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીએ ગઠબંધન કર્યું હતું. સપા-બસપા વચ્ચે બેઠકોને લઈને સહમતી થઇ ગઈ છે. આ સમજુતીમાં  બસપાને સપાથી વધુ બેઠકો મળી છે. બસપાના ખાતામાં 38 બેઠકો ગઈ છે, તો સપાને 37 બેઠકો મળી છે. ગુરૂવારે બંને પક્ષો યુપીમાંથી કઈ-કઈ બેઠકો પર ચૂંટણી મેદાનમાં ઉતરશે તેની […]

India
01 10 વારાણસી અને ગોરખપુરમાંથી સમાજવાદી પાર્ટી ઉતારશે ઉમેદવાર,એસપી-બીએસપીએ જાહેર કર્યુ લીસ્ટ

લખનૌ,

2019ની લોકસભાની ચૂંટણીમાં ભાજપને પછાડ આપવા માટે સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીએ ગઠબંધન કર્યું હતું. સપા-બસપા વચ્ચે બેઠકોને લઈને સહમતી થઇ ગઈ છે. આ સમજુતીમાં  બસપાને સપાથી વધુ બેઠકો મળી છે. બસપાના ખાતામાં 38 બેઠકો ગઈ છે, તો સપાને 37 બેઠકો મળી છે.

ગુરૂવારે બંને પક્ષો યુપીમાંથી કઈ-કઈ બેઠકો પર ચૂંટણી મેદાનમાં ઉતરશે તેની જાહેરાત થઇ ગઈ છે. જોકે બંને પક્ષોએ બાગપત, મથુરા અને મુઝફ્ફરનગર બેઠકો છોડી દીધી છે. માનવામાં આવી રહ્યું છે કે આ ત્રણ બેઠકો આરએલડીના ખાતામાં ગઈ છે.

યુપીમાં પીએમ નરેન્દ્ર મોદી જે સીટ પરથી વિજયી બન્યા હતા તે વારાણસીની સીટ પરથી સમાજવાદી પાર્ટી ચૂંટણી લડશે.સમાજવાદી પાર્ટી યોગી આદિત્યનાથની ગોરખપુર સીટ પરથી પણ પોતાનો ઉમેદવાર ઉભો રાખશે.

સપા-બસપાએ ગુરુવારે બેઠકોની જાહેરાત કરી છે. પશ્ચિમ યુપીની મોટાભાગની બેઠકો પર જ્યાં બસપા ચૂંટણી મેદાનમાં ઉતરે છે. તો રૂહેલખંડ અને મૈનપૂરી કન્નૌજ આસપાસની બેઠકો સપાના ખાતામાં ગઈ છે. જોકે બંને પક્ષોએ દરેક મંડળની બેઠકો મળી છે.

યુપીની 80 લોકસભા બેઠકોમાં અનુસૂચીત જાતિના સુરક્ષિત 17 બેઠકોમાં 7 પર સપા ચૂંટણી લડશે. તો 10 પર બસપા પોતાનુ નસીબ અજમાવશે.

આપને જણાવી દઈએ કે સપા અને બસપાએ યુપીની 80 લોકસભા બેઠકોમાંથી 38-38 બેઠકો પર ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી. પરંતુ અખિલેશ યાદવે પોતાના ફાળવવામાં આવેલી એક સીટ આરએલડીને આપી દીધી છે.

આ રીતે આરએલડીને ત્રણ બેઠકો મળી છે. જ્યારે રાયબરેલી અને અમેઠી બે બેઠકો પર કોંગ્રેસ વિરુદ્ધ ઉમેદવાર ન ઉતારવાનો નિર્ણય કર્યો છે.