Not Set/ ‘હેલ્મેટ’ ન પહેરવા પર બસ ડ્રાઈવરનો ફાડયો મેમો, પીડિતાએ કહ્યું – જરૂર પડે તો કોર્ટમાં જઇશ

નવા મોટર વ્હીકલ એક્ટની રજૂઆત થઈ ત્યારથી ઘણા રાજ્યોમાં મોટા પાયે ચલણો  કાપવામાં આવી રહ્યા છે. પછી ભલે તે રાજ્યમાં નવો મોટર વ્હીકલ એક્ટ લાગુ થયો હોય કે ન થયો હોય,તેનેથી કોઈ ફરક પડતો નથી. પરંતુ, ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન થાય તે માટે સતત તપાસ કરવામાં આવી રહી છે અને ચલણ પણ કાપવામાં આવી રહ્યા છે. […]

India
AAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAMAHI 1 'હેલ્મેટ' ન પહેરવા પર બસ ડ્રાઈવરનો ફાડયો મેમો, પીડિતાએ કહ્યું - જરૂર પડે તો કોર્ટમાં જઇશ

નવા મોટર વ્હીકલ એક્ટની રજૂઆત થઈ ત્યારથી ઘણા રાજ્યોમાં મોટા પાયે ચલણો  કાપવામાં આવી રહ્યા છે. પછી ભલે તે રાજ્યમાં નવો મોટર વ્હીકલ એક્ટ લાગુ થયો હોય કે ન થયો હોય,તેનેથી કોઈ ફરક પડતો નથી. પરંતુ, ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન થાય તે માટે સતત તપાસ કરવામાં આવી રહી છે અને ચલણ પણ કાપવામાં આવી રહ્યા છે. જો કે, આ કામમાં બેદરકારી પણ ખૂબ જ થઈ રહી છે.

ઉત્તરપ્રદેશના નોઈડાથી ચલણ બેદરકારીનો એક નવો કિસ્સો સામે આવ્યો છે. નોઇડામાં એક ખાનગી બસના માલિક નિરંકાર સિંહે દાવો કર્યો છે કે હેલ્મેટ પહેરીને વાહન ચલાવવું ન ચલાવના લીધે કથિત રીતે 500 રૂપિયામાં ચલણ કાપવામાં આવ્યો. આપને તેમણે જણાવ્યું હતું કે 11 સપ્ટેમ્બરના રોજ ઓનલાઈન ચલણ કરવામાં આવ્યું હતું. જે બાદ તેના એક કાર્યકરે શુક્રવારે ચલણ જોયું હતું.

નિરંકાર સિંહે જણાવ્યું હતું કે, જે રીતે પરિવહન વિભાગ આવી કામગીરી કરે છે તે પ્રશ્નો ઉભા કરે છે અને લોકોને દરરોજ જારી કરાયેલા અન્ય સેંકડો ચલણોની સત્યતા અંગે પણ શંકા ઉભી કરે છે. તેમણે કહ્યું, “હું આ બાબતને સંબંધિત અધિકારીઓ સમક્ષ મુકીશ અને જરૂર પડ્યે કોર્ટમાં જઈશ.”

આ દરમિયાન અધિકારીઓએ જણાવ્યું હતું કે આ મામલા પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે અને જો તેમાં કોઈ ભૂલ થઈ હશે તો તેને સુધારી દેવામાં આવશે. અધિકારીએ જણાવ્યું હતું કે, નોટડાના ટ્રાફિક પોલીસ દ્વારા નહીં પણ પરિવહન વિભાગ દ્વારા આ ચલણ આપવામાં આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.