Accident/ પીલીભિતમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત, 7 લોકોનાં મોત, 32 ઘાયલ

ઉત્તર પ્રદેશના પીલીભિતમાં શનિવારે સવારે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં સાત લોકોના મોત થયા છે, જ્યારે 32 લોકો ઘાયલ થયા. જે લોકો ઈજાગ્રસ્ત થયા છે.

Top Stories India
a 2 પીલીભિતમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત, 7 લોકોનાં મોત, 32 ઘાયલ

ઉત્તર પ્રદેશના પીલીભિતમાં શનિવારે સવારે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં સાત લોકોના મોત થયા છે, જ્યારે 32 લોકો ઘાયલ થયા. જે લોકો ઈજાગ્રસ્ત થયા છે તેઓને હોસ્પિટલ લઇ જવામાં આવ્યા છે. ઘણા લોકોની હાલત ગંભીર છે.આવામાં મૃતકોની સંખ્યામાં વધારો થઇ શકે છે.

આ માર્ગ અકસ્માત પીલીભિતના પુરનપુર વિસ્તારમાં થયો હતો. પીલીભિત પોલીસ અધિક્ષક જય પ્રકાશએ અકસ્માત અંગે માહિતી આપી હતી. પોલીસ અધિક્ષક જય પ્રકાશે જણાવ્યું હતું કે, પીલીભિતના પૂરનપુર વિસ્તારમાં બોલેરો કાર અને બસ વચ્ચે જોરદાર ટકરાઈ થઇ હતી. આ દુર્ઘટનામાં સાત લોકોનાં મોત નીપજ્યાં છે અને 32 લોકો ઘાયલ થયાં છે.

આ અકસ્માત શનિવારે વહેલી સવારે સજાયો હતો. આ અકસ્માત ખૂબ જ ભયાનક હતો. હાલમાં આ કેસ સાથે સંબંધિત વધુ માહિતીની રાહ જોવાઇ રહી છે. અત્યાર સુધીની માહિતી અનુસાર, મૃતકોની સંખ્યા સાતથી વધુ સુધી પહોંચી શકે છે કારણ કે હોસ્પિટલમાં દાખલ ઘણા ઘાયલોની હાલત ગંભીર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશ