Not Set/ CAA વિરોધ/ છાપીમાં પોલીસ પર હુમલો કરવાનું ભારે પડ્યું, 43 આરોપીઓની કોર્ટે જામીન ફગાવી જેલ ભેગા કર્યા

નાગરિકતા કાયદાના વિરોધમાં વડગામ પાસે છાપીમાં ત્રણ હજાર લોકો રસ્તા પર ઉતરી આવ્યાં હતા. રસ્તાઓ પર વાહનો રોકીને અરાજકતા ફેલાવી હતી, પોલીસની જીપને ઘેરી લઇને તેને ઉથલાવી દેવાનો પ્રયાસ કર્યો હતો.અશાંતિ ફેલાવી રહેલ ટોળા સામે પોલીસે કેસ કર્યો હતો અને આરોપીઓને કોર્ટ સમક્ષ રજુ કર્યા હતા. સિટિઝનશિપ એમેન્ડમેન્ટ એક્ટના હિંસક વિરોધ પ્રદર્શનના આરોપીઓને વડગામ કોર્ટે […]

Top Stories Gujarat Others
pjimage 7 6 CAA વિરોધ/ છાપીમાં પોલીસ પર હુમલો કરવાનું ભારે પડ્યું, 43 આરોપીઓની કોર્ટે જામીન ફગાવી જેલ ભેગા કર્યા

નાગરિકતા કાયદાના વિરોધમાં વડગામ પાસે છાપીમાં ત્રણ હજાર લોકો રસ્તા પર ઉતરી આવ્યાં હતા. રસ્તાઓ પર વાહનો રોકીને અરાજકતા ફેલાવી હતી, પોલીસની જીપને ઘેરી લઇને તેને ઉથલાવી દેવાનો પ્રયાસ કર્યો હતો.અશાંતિ ફેલાવી રહેલ ટોળા સામે પોલીસે કેસ કર્યો હતો અને આરોપીઓને કોર્ટ સમક્ષ રજુ કર્યા હતા.

સિટિઝનશિપ એમેન્ડમેન્ટ એક્ટના હિંસક વિરોધ પ્રદર્શનના આરોપીઓને વડગામ કોર્ટે જોરદાર ઝટકો આપ્યો છે. વડગામ કોર્ટે 43 આરોપીઓની જામીન અરજી ફગાવી દીધી હતી. અને તમામ 43 આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધા છે. છાપીમાં CAAનાં હિંસક વિરોધ પ્રદર્શન બાદ પોલીસે 3000નાં વણ ઓળખાયેલ ટોળાં સામે ફરિયાદ નોંધી હતી.

વડગામના છાપી હાઈવે ઉપર રેલી યોજાવાની મંજૂરી રદ્દ થવા છતાં હજારોની સંખ્યામાં લોકો એકત્રિત થઈ હંગામો મચાવ્યો હતો. તેમજ પોલીસ ઉપર હૂમલો કરી એસ.ટી. બસના કાચ પણ તોડી નાખી અશાંતિ ફેલાવી હતી.

આ કેસમાં વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીના સમર્થકોએ અહી અશાંતિ ફેલાવી દીધી હતી, પોલીસે બાદમાં ત્રણ હજાર લોકોના ટોળા સામે ફરિયાદ દાખલ કરી હતી, જેમાં કોર્ટે પકડાયેલા 43 આગેવાનોના જામીન ફગાવી દીધા છે.

આ કેસમાં જિલ્લા કોંગ્રેસના ઉપપ્રમુખની પણ ધરપકડ કરી હતી, જીગ્નેશ મેવાણીના નજીકનો આરોપી જનકુરામ વસાવા મુખ્ય ષડયંત્રકારી હતો, પોલીસે તમામ આરોપીઓ સામે રાયોટિંગ, ગુનાહિત ષડયંત્ર સહિતની કલમો લગાવી હતી, અને હવે તેમને જેલ ભેગા કરી દેવામાં આવ્યાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.