Not Set/ હોકી ચેમ્પિયન ટ્રોફીની ફાઇનલમાં ભારતનો ઓસ્ટ્રેલિયા સામે 1-3થી થયો પરાજય

બ્રેડા, હોકીની ચેમ્પિયન ટ્રોફીની ફાઇનલમાં ભારતનો હાથમાં આવેલો કોળીયો ખુંચવાઇ ગયો છે.ચેમ્પિયન ટ્રોફીની ફાઇનલમાં ભારતની ઓસ્ટ્રેલિયા સામે શુટ આઉટમાં 1-3 ગોલથી હાર થઇ હતી.ફાઇનલમાં હાર થતાં ભારતે રનર અપ તરીકે સંતોષ માનવો પડ્યો હતો,જ્યારે ઓસ્ટ્રેલિયા 15મી વાર ચેમ્પિયન બન્યું છે. ફાઇનલનો આ મુકાબલો જોરદાર રહ્યો હતો અને ચોથા ક્વાટર સુધી બંને દેશો 1-1 ગોલ કરીને […]

Top Stories
india vs australia હોકી ચેમ્પિયન ટ્રોફીની ફાઇનલમાં ભારતનો ઓસ્ટ્રેલિયા સામે 1-3થી થયો પરાજય

બ્રેડા,

હોકીની ચેમ્પિયન ટ્રોફીની ફાઇનલમાં ભારતનો હાથમાં આવેલો કોળીયો ખુંચવાઇ ગયો છે.ચેમ્પિયન ટ્રોફીની ફાઇનલમાં ભારતની ઓસ્ટ્રેલિયા સામે શુટ આઉટમાં 1-3 ગોલથી હાર થઇ હતી.ફાઇનલમાં હાર થતાં ભારતે રનર અપ તરીકે સંતોષ માનવો પડ્યો હતો,જ્યારે ઓસ્ટ્રેલિયા 15મી વાર ચેમ્પિયન બન્યું છે.

ફાઇનલનો આ મુકાબલો જોરદાર રહ્યો હતો અને ચોથા ક્વાટર સુધી બંને દેશો 1-1 ગોલ કરીને બરોબરી પર પહોંચ્યા હતા.જો કે પેનલ્ટી શુટ આઉટમાં ઓસ્ટ્રેલિયાએ 3 ગોલ ફટકારી દીધા હતા જેની સામે ભારતે 1 ગોલ જ કર્યો હતો.

જો કે સમગ્ર મેચ દરમિયાન ભારતે ગોલ કરવાની કેટલીક તકો ખોઇ હતી.પહેલા ક્વાટરમાં તો બંને દેશ તરફથી કોઇ ગોલ નોંધાયો નહોતો પરંતું બીજા ક્વાટરમાં ઓસ્ટ્રેલિયાના બ્લેક ગોવર્સે પેનલ્ટી કોર્નરમાં ગોલ ફટકારી દીધો હતો.

હાઇટાઇમ પછી ભારતે ગોલ કરવાના કેટલાંક ચાન્સ ખોયા હતા,પરંતું યુવા ખેલાડી વિવેક સાગરે 43મી મિનિટે ગોલ ફટકારતાં ભારતની મેચમાં વાપસી થઇ હતી.

મેચના અંત સુધી બંને દેશો 1-1 ગોલ પર આવી જતાં પેનલ્ટી શુટ આઉટે મેચનું પરિણામ નક્કી કર્યું હતું.પેનલ્ટી શુટ આઉટમાં ઓસ્ટ્રેલિયાએ 3-1થી ગોલ કરીને ફાઇનલ જીતી ટ્રોફી પોતાને નામે કરી લીધી હતી.