Not Set/ જ્યારે વિદેશી મહિલાએ સુષ્મા સ્વરાજ માટે ગાયું હતું…ઇચક દાના.. બીચક દાના

ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને પૂર્વ વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજે મંગળવારે અંતિમ શ્વાસ લીધા. હાર્ટ એટેકથી તેનું નિધન થયું હતું. સુષ્મા સ્વરાજ ટ્વિટર પર ખૂબ જ લોકપ્રિય ચહેરો હતો. તે હંમેશાં દરેકની મદદ માટે આગળ રહેતા હતા. સુષ્મા એક  સ્ટ્રોન્ગ પર્સનાલિટી છે. આવી સ્થિતિમાં, આવો જોઈએ સુષ્મા સ્વરાજનો એક થ્રોબેક વીડિયો જે તમારા ચહેરા […]

Top Stories India Videos
aaae 3 જ્યારે વિદેશી મહિલાએ સુષ્મા સ્વરાજ માટે ગાયું હતું...ઇચક દાના.. બીચક દાના

ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને પૂર્વ વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજે મંગળવારે અંતિમ શ્વાસ લીધા. હાર્ટ એટેકથી તેનું નિધન થયું હતું. સુષ્મા સ્વરાજ ટ્વિટર પર ખૂબ જ લોકપ્રિય ચહેરો હતો. તે હંમેશાં દરેકની મદદ માટે આગળ રહેતા હતા. સુષ્મા એક  સ્ટ્રોન્ગ પર્સનાલિટી છે. આવી સ્થિતિમાં, આવો જોઈએ સુષ્મા સ્વરાજનો એક થ્રોબેક વીડિયો જે તમારા ચહેરા પર સ્મિત આવી દેશે.

2018માં સુષ્મા સ્વરાજ મધ્ય એશિયાના ત્રણ દેશો કઝાકિસ્તાન, ઉઝબેકિસ્તાન અને કિર્ગીસ્તાનના પ્રવાસ પર ગયા હતા. ઉઝબેકિસ્તાનમાં સુષ્માની મુલાકાત એક સ્થાનિક મહિલાની સાથે થઇ હતી. મહિલાએ સુષ્મા સ્વરાજ માટે એક ખાસ ગીત ગાયું હતું. વીડિયોને વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે તેમના ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યો છે. તે સમયે પણ આ વીડિયો એકદમ વાયરલ થઈ ગયો હતો.

વીડિયોમાં મહિલા ફિલ્મ શ્રી 420 નું ‘ઈચક દાના બીચક દાના’ ગીત ગઈ રહી છે. વીડિયોમાં સુષ્મા સ્વરાજ તેની સાથે ઉભા રહેલા જોવા મળી રહ્યાં છે. સુષ્મા સ્વરાજે બ્લેક શેડ્સ પણ લગાવ્યાં છે. તેણે મહિલાના ખભા પર તેમનો હાથ પણ મૂક્યો છે.

વીડિયો શેર કરતી વખતે રવિશ કુમારે લખ્યું – બોલિવૂડની કોઈ સીમા નથી. ઉઝબેકિસ્તાન એક એવો દેશ છે જ્યાં રાજ કપૂર અને નરગિસ ઘર ઘરમાં લોકપ્રિય છે. આ મહિલા અને તેના જુસ્સાને સલામ કરીએ. તેમણે શ્રી 420 ના ‘ઇચક દાના બીચક દાના’ને ગાયું.

શ્રી 420 ફિલ્મની વાત કરીએ તો રાજ કપૂર અને નરગિસ આ મૂવીમાં મુખ્ય ભૂમિકામાં હતાં. ઈચક દાના બીચક દાના લતા મંગેશકર દ્વારા ગાયું છે. તે બોલિવૂડના લોકપ્રિય ગીતોમાંનું એક છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.