રાફેલ/ ભારતને વધુ ત્રણ રાફેલ ફાઈટર વિમાન મળશે,જામનગરમાં મોડી રાત્રે લેન્ડિંગ થશે

ભારતીય વાયુસેના બુધવારે વધુ ત્રણ રાફેલ લડાકુ વિમાન મેળવવા જઈ રહ્યા છે. ફ્રેન્ચ એરબેઝ પરથી ત્રણ રાફેલ ફાઇટર જેટ ભારત માટે રવાના થયા છે

Top Stories
jamnagar ભારતને વધુ ત્રણ રાફેલ ફાઈટર વિમાન મળશે,જામનગરમાં મોડી રાત્રે લેન્ડિંગ થશે

ભારતીય વાયુસેના બુધવારે વધુ ત્રણ રાફેલ લડાકુ વિમાન મેળવવા જઈ રહ્યા છે. ફ્રેન્ચ એરબેઝ પરથી ત્રણ રાફેલ ફાઇટર જેટ ભારત માટે રવાના થયા છે. ફ્રાન્સથી આવતા આ ત્રણ વિમાનોનું લેન્ડિંગ ગુજરાતના જામનગરમાં થશે. વધુ ત્રણ રાફેલ વિમાનો મળ્યા બાદ ભારતમાં તેમની સંખ્યા વધીને 29 થઈ જશે. ત્રણ ફાઇટર જેટ્સ ભારત આવ્યા બાદ વધુ 7 ફાઇટર એરક્રાફ્ટ આવશે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ફ્રાન્સથી આવતા આ ત્રણ રાફેલ અંબાલામાં ગોલ્ડન એરો સ્ક્વોડ્રોનમાં જોડાશે.ઉલ્લેખનીય છે  કે 2016 માં ભારતે 60,000 કરોડના સોદા હેઠળ ફ્રાન્સ પાસેથી 36 રાફેલ જેટ ખરીદ્યા હતા. ફ્રાન્સથી ઉપડ્યા બાદ તેઓ સંયુક્ત આરબ અમીરાત (યુએઈ) મારફતે ભારત પહોંચશે.

ભારતમાં ફ્રાન્સના રાજદૂત ઇમેન્યુઅલ લેનોને શુક્રવારે કહ્યું કે ભારતને તમામ 36 રાફેલ વિમાનો નિયત સમય પહેલા મળશે. તેમણે કહ્યું કે કોરોનાના ફેલાવાને રોકવા માટે ફ્રાન્સને થોડા દિવસો માટે લોકડાઉન જાહેર કરાયો હતો. આ હોવા છતાં, એરોનોટિકલ ક્ષેત્રની અગ્રણી કંપની દસોલ્ટ એવિએશન ભારતને સમય પહેલા રાફેલ વિમાનો પ્રદાન કરે તેવી અપેક્ષા છે.

ઈન્ડો-ફ્રેન્ચ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (IFCCI) દ્વારા આયોજીત ચોથી ઈન્ડો-ફ્રેન્ચ ઈન્વેસ્ટમેન્ટ સમિટના પ્રસંગે, લેનોને જણાવ્યું હતું કે યુરોપિયન દેશની કંપનીઓએ ભારતમાં 10 અબજ યુરોનું રોકાણ કર્યું છે, 2.50 લાખ ભારતીયોને રોજગારી મળી રહી છે. .