Not Set/ પરેડમાં ભારત આજે દુનિયાને કરાવશે ઘાતક લશ્કરી તાકાતનો પરચો

દિલ્હી, આજે 26 જાન્યુઆરીએ દિલ્હીના રાજપથ પરથી નીકળનારી પરેડમાં ભારત તેની લશ્કરી તાકાતનો પણ પરચો કરાવશે. ભારત વિશ્વને 90 મિનિટની આ પરેડમાં ભારત પોતાની તમામ ઘાતક  હથિયાર દેખાડશે. આ વખતના ગણતંત્ર દિવસના અવસરે દિલ્હીના રાજપથ પર પહેલી વખત એમ777 એ ટૂ અલ્ટ્રા લાઇટ હોઇટસર તોપ જોવા મળશે. સરફેસ માઇન ક્લીયરિંગ સિસ્ટમ, હમણાં જ સુરતના હજીરાના પ્લાન્ટમાં […]

Top Stories India
mkk 2 પરેડમાં ભારત આજે દુનિયાને કરાવશે ઘાતક લશ્કરી તાકાતનો પરચો

દિલ્હી,

આજે 26 જાન્યુઆરીએ દિલ્હીના રાજપથ પરથી નીકળનારી પરેડમાં ભારત તેની લશ્કરી તાકાતનો પણ પરચો કરાવશે. ભારત વિશ્વને 90 મિનિટની આ પરેડમાં ભારત પોતાની તમામ ઘાતક  હથિયાર દેખાડશે.

આ વખતના ગણતંત્ર દિવસના અવસરે દિલ્હીના રાજપથ પર પહેલી વખત એમ777 એ ટૂ અલ્ટ્રા લાઇટ હોઇટસર તોપ જોવા મળશે. સરફેસ માઇન ક્લીયરિંગ સિસ્ટમ, હમણાં જ સુરતના હજીરાના પ્લાન્ટમાં તૈયાર થયેલી K9 વજ્ર ટેન્ક અને ઓછી રેન્જની ભૂમિ પરથી હવામાં માર કરી શકે તેવી મિસાઇલો જોવા મળશે. તેની સાથે અર્જુન આર્મ રિપેયર વ્હીકલ પણ આ વખતની પરેડનો હિસ્સો હશે.

હથિયારોની તાકાત દેખાડ્યા બાદ ત્રણેય સેનાના જવાન પોતાનું શૌર્ય દેખાડશે. આ ગણતંત્ર દિવસની ખાસ વાત તે હશે કે પહેલી વખત તેમાં ઈન્ડિયા નેશનલ આર્મીના 4 જવાનોને પણ સામેલ કરવામાં આવ્યા છે.

આ પરેડમાં એરફોર્સના વિમાનો દિલધડક  હવાઇ કરતબ કરતા જોવા મળશે.આ વિમાન બાયોફ્યૂલથી ચાલશે અને એવું પહેલી વખત હશે જ્યાં એરફોર્સના વિમાન પરેડ દરમિયાન બાયોફ્યૂલથી ઉડાવવામાં આવશે.

આ વખતે પરેડમાં 16 માર્ચિંગ ગ્રુપો સામેલ થશે. તેમાં સૈના, અર્ધ સૈનિક દળ, દિલ્હી પોલીસ અને એનસીસીના જવાન પણ સામેલ થશે.આમાં મહિલા જવાનોની પણ બટાલિયન હશે.

મહિલાઓ કરશે સૈન્ય ટુકડીનું નેતૃત્વ

70મા ગણતંત્ર દિવસના અવસરે રાજપથ પર નારી શક્તિનું અદ્દભૂત નમૂના જોવા મળશે, અહીં રાજપથ પર પરેડ કરનારી 144 પુરુષોની સૈન્ય ટુકડીના નેતૃત્વ અસમ રાઇફલ્સની એક મહિલા ઓફિસર કરી રહી હશે, જ્યારે બાઇક સ્ટંટ કરનાર ફેમસ ડેયરડેવિલ ટીમના નેતૃત્વ પણ એક મહિલાના નામે હશે. એટલું જ નહીં, નેવી, ઈન્ડિયા આર્મી સર્વિસ કોર્પ્સ અને કોર્પ્સ ઓફ સિગ્નલ્સની એક ટુકડીની આ તમામનું નેતૃત્વ મહિલાઓ કરી રહી હશે.