Not Set/ સાધુ-મહાત્માના વેશમાં ફરી રહ્યા છે પાકિસ્તાની એજન્ટો,  ભારતીય સેનાની ચેતવણી

ભારતીય સેનાએ તેના સૈનિકોને બનાવટી બાબાઓ અને આધ્યાત્મિક ગુરુઓથી સાવધ રહેવાની ચેતવણી જારી કરી છે. સેનાએ કહ્યું છે કે આ પાકિસ્તાની ગુપ્તચર એજન્ટો હોઈ શકે છે, જે તેમને ફસાવી અને ગુપ્ત માહિતી મેળવી શકે છે. આધ્યાત્મિક ગુરુ અથવા સાધુ મહાત્મા તરીકે પાકિસ્તાન ગુપ્તચર ઓપરેટિવ્સ, ભારતીય સૈનિકો અથવા તેમના પરિવારોને સંવેદનશીલ માહિતી શેર કરવા માટે લલચાવવાનો […]

Top Stories India
સાધુ સાધુ-મહાત્માના વેશમાં ફરી રહ્યા છે પાકિસ્તાની એજન્ટો,  ભારતીય સેનાની ચેતવણી

ભારતીય સેનાએ તેના સૈનિકોને બનાવટી બાબાઓ અને આધ્યાત્મિક ગુરુઓથી સાવધ રહેવાની ચેતવણી જારી કરી છે. સેનાએ કહ્યું છે કે આ પાકિસ્તાની ગુપ્તચર એજન્ટો હોઈ શકે છે, જે તેમને ફસાવી અને ગુપ્ત માહિતી મેળવી શકે છે.

આધ્યાત્મિક ગુરુ અથવા સાધુ મહાત્મા તરીકે પાકિસ્તાન ગુપ્તચર ઓપરેટિવ્સ, ભારતીય સૈનિકો અથવા તેમના પરિવારોને સંવેદનશીલ માહિતી શેર કરવા માટે લલચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આઇએસઆઇ દ્વારા ઉપયોગમાં લેવામાં આવતી આ નવીનતમ પદ્ધતિ છે. એક આંતરિક દસ્તાવેજમાં, સેનાએ તેના કર્મચારીઓને આ જાસૂસી તકનીકમાં ન ફસાવા ની ચેતવણી જારી કરી છે.

સૈન્ય અધિકારીઓના જણાવ્યા અનુસાર, પાકિસ્તાની ગુપ્તચર એજન્ટો સેવા આપતા સૈનિકોને લક્ષ્ય બનાવવા માટે યુટ્યુબ, વ્હોટ્સએપ અને સ્કાયપે જેવા સોશ્યલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરી રહ્યા છે. સેનાએ આશરે 150 જેટલા સોશિયલ મીડિયા પ્રોફાઇલની ઓળખ કરી છે કે જેઓને પાકિસ્તાની એજન્ટો હોવાની શંકા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.