દુર્ઘટના/ અરૂણાચલ પ્રદેશમાં ભારતીય વાયુસેનાનું Mi-17 હેલિકોપ્ટર ક્રેશ

ભારતીય વાયુસેનાનું Mi-17 હેલિકોપ્ટર ગુરુવારે અરુણાચલ પ્રદેશમાં ક્રેશ થયું હતું. જેમાં 2 પાયલોટ અને 3 ક્રૂ મેમ્બર હાજર હતા. જો કે તમામ સુરક્ષિત હોવાની માહિતી મળી રહી છે. હેલિકોપ્ટર કેમ ક્રેશ થયું?

Top Stories India
એમઆઈ-17 હેલિકોપ્ટર ક્રેશ

ભારતીય વાયુસેનાનું Mi-17 હેલિકોપ્ટર ગુરુવારે અરુણાચલ પ્રદેશમાં ક્રેશ થયું હતું. જેમાં 2 પાયલોટ અને 3 ક્રૂ મેમ્બર હાજર હતા. જો કે તમામ સુરક્ષિત હોવાની માહિતી મળી રહી છે. હેલિકોપ્ટર કેમ ક્રેશ થયું? આ માહિતી હજુ સુધી ઉપલબ્ધ થઇ નથી.

આ પણ વાંચો – The Sydney Dialogue / PM મોદીએ કહ્યું દેશમાં ડિજિટલ ટેક્નોલોજીની મદદથી લોકોનું જીવન બદલાઈ રહ્યું છે

સમાચાર એજન્સી ANIએ સૂત્રોને ટાંકીને જણાવ્યું કે, Mi-17 હેલિકોપ્ટર અરુણાચલ પ્રદેશમાં 2 પાયલટ અને 3 ક્રૂ મેમ્બર સાથે ક્રેશ થયું છે. જો કે રાહતની વાત એ સામે આવી રહી છે કે, આ ઘટનામાં તમામ સુરક્ષિત છે. આ ઘટના ત્યારે બની જ્યારે હેલિકોપ્ટર એર મેન્ટેનન્સ માટે ઉડી રહ્યું હતું. ઘટનાનું કારણ જાણવા માટે કોર્ટ ઓફ ઈન્કવાયરીનો આદેશ આપવામાં આવશે. આ પહેલા ઓક્ટોબરમાં મધ્યપ્રદેશનાં ભીંડ જિલ્લામાં એરફોર્સનું એક પ્લેન ક્રેશ થયું હતું. આ જાણકારી ખુદ ભારતીય વાયુસેનાએ આપી છે. તેમણે ટ્વીટ કર્યું હતું કે, “આજે સવારે સેન્ટ્રલ સેક્ટરમાં ટ્રેનિંગ ફ્લાઇટ દરમિયાન IAF મિરાજ 2000 એરક્રાફ્ટમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી. પાયલોટ સુરક્ષિત રીતે બહાર નીકળી ગયા છે. અકસ્માતનું કારણ જાણવા માટે તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

આ પણ વાંચો – Supreme Court / સુપ્રીમ કોર્ટે બદલ્યો બોમ્બે હાઈકોર્ટનો વિવાદાસ્પદ નિર્ણય,યૌન શોષણ માટે ‘સ્કિન ટુ સ્કિન’ સંપર્ક જરૂરી નથી

ઉલ્લેખનીય છે કે, સપ્ટેમ્બરમાં, જમ્મુ-કાશ્મીરનાં ઉધમપુર જિલ્લાનાં શિવગઢ ધાર વિસ્તારમાં એક ટેકરી પર સેનાનું એક હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. જેમાં બે પાયલોટનાં મોત થયા હતા. ઓગસ્ટમાં પણ બે પાયલટોએ જીવ ગુમાવ્યો હતો. ત્યારબાદ પઠાણકોટ નજીક રણજીત સાગર ડેમ તળાવમાં સેનાનું એક હેલિકોપ્ટર ક્રેશ થયું હતું.