PUNJAB/ અગ્નિવીર જવાન અમૃતપાલના મૃત્યુને ‘સૈન્ય સમ્માન’ નહી આપવા મામલે ભારતીય સેનાએ આપ્યું નિવેદન

અગ્નિવીર જવાન અમૃતપાલ સિંહનું 11 ઓક્ટોબરના રોજ જમ્મુ-કાશ્મીરમાં મૃત્યુ થયું હતું. અમૃતપાલના મૃત્યુ પર વિવાદ જોવા મળ્યો. ભારતીય સેનાએ જવાન અમૃતપાલને સૈન્ય સમ્માન નહી આપવા મામલે આપ્યું નિવેદન.

Top Stories India
Agniver-javan-Amrutpal-singh

અગ્નિવીર જવાન અમૃતપાલ સિંહનું 11 ઓક્ટોબરના રોજ જમ્મુ-કાશ્મીરમાં મૃત્યુ થયું હતું. અમૃતપાલના મૃત્યુ પર વિવાદ જોવા મળ્યો. ભારતીય સેનાના જવાન અમૃતપાલને સૈન્ય સમ્માન નહી આપતા પરિવાર નારાજ થયો છે. જ્યારે વિપક્ષી દળોએ કેન્દ્ર સરકાર પર નિશાન સાધતા ભારતીય સેનાના આ પગલાની ટીકા કરી છે. જેની પ્રતિક્રિયા આપતા ભારતીય સેનાએ નિવેદન આપતા જણાવ્યું કે અગ્નિવીર જવાન અમૃતપાલનું મૃત્યુ દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે. જવાન અમૃતપાલસિંહે ડ્યૂટી દરમ્યાન પોતાને ગોળી મારી આત્મહત્યા કરતા તેમને ‘ગાર્ડ ઓફ ઓનર’ આપવામાં આવશે નહી તેમ સેના દ્વારા ખુલાસો આપવામાં આવ્યો.

ભારતીય સેનાના સત્તવાર સોશિયલ મીડિયા હેન્ડલ ટ્વીટર પર એક પોસ્ટ કરવામાં આવી. સેનાએ જણાવ્યું કે અગ્નિવીર યોજના પહેલા અને બાદમાં સામેલ થનાર જવાનોને લઈને ભારતીય સેના પોતાના જવાનો સાથે ભેદભાવ કરતી નથી. અમૃતપાલ સિંહના મૃત્યુને લઈને લોકોમાં ગેરસમજ છે. તો કેટલાક પક્ષો લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે અને સેનાની છબીને નુકસાન પંહોચાડી રહ્યા છે. સેનાએ ખુલાસો કરતાં ઉલ્લેખ કર્યો કે કોઈપણ સૈનિકની આત્મહત્યા અથવા પોતાના દ્વારા કોઈ ગંભીર ચોટના કારણે મૃત્યુ પામવાની ઘટનામાં તેમને સૈન્ય સમ્માન આપવામાં આવતું નથી. પ્રાપ્ત માહિતી મુજબ 2001 પછી દર વર્ષે 100-140 સૈનિકોના (આત્મહત્યા અથવા જાતે ગોળી મારવાના) સમાન પ્રકારે મૃત્યુ થયા હતા. જો કે આ પ્રકારના કિસ્સામાં સૈન્ય દ્વારા તેમના પદ મુજબ નાણાંકીય સહાય પૂરી પાડવામાં આવે છે.

19 વર્ષીય અમૃતપાલ સિંહ પંજાબના માનસા જિલ્લાના કોટલી કલાં ગામના રહેવાસી છે. ભારતીય સેનામાં ભરતી થતા પહેલા અમૃતપાલ પિતા સાથે કામ કરતા હતા. અમૃતપાલ 10 ડિસેમ્બર 2022ના રોજ ભારતીય સેનામાં ભરતી થયા હતા. અમૃતપાલના માતા-પિતા ગામમાં જ રહે છે. જ્યારે અમૃતપાલની બહેન કેનેડા રહે છે. પિતા ગુરુપાલ સિંહ જણાવે છે કે તેમની ભત્રીજીના લગ્નમાં તેમના બંને સંતાનો ઘરે સાથે આવવાના હતા. પરંતુ ઘરે આવતા પહેલા જ તેમનો પુત્ર અમૃતપાલ જમ્મુ-કાશ્મીરમાં ગોળી વાગતા મૃત્યુ પામ્યો. પિતાનું કહેવું છે કે અમૃતપાલની આતંકીઓ દ્રારા હત્યા કરવામાં આવી છે. જ્યારે ભારતીય સેના કહી રહી છે કે અમૃતપાલનું ફરજ દરમ્યાન પોતાની ગોળી વાગવાથી જ મૃત્યુ થયું છે.

અગ્નિવીર જવાન અમૃતપાલના મૃત્યુને લઈને વિપક્ષે પણ સરકાર પર નિશાન સાધ્યું છે. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને કહ્યું કે સરકાર અને ભારતીય સેના અમૃતપાલના મૃત્યુને સૈન્ય સમ્માન ના  આપે પરંતુ પંજાબ રાજ્ય દ્વારા સૈનિકના પરિવારને એક કરોડ રૂપિયાની સહાય કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે જમ્મુ-કાશ્મીરના પૂંછુ સેક્ટરમાં ગોળીથી મૃત્યુ પામનાર અગ્નિવીર જવાન અમૃતપાલ સિંહના શુક્રવારે પંજાબમાં તેમના પૈતૃક ગામમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા.

શું છે અગ્નિપથ યોજના

અગ્નિપથ યોજના હેઠળ ભારતીય યુવાનોની અગ્નિવીર જવાન તરીકે નિમણૂંક કરવામાં આવે છે. આ યોજના હેઠળ ભારતીય સેનાને સાહસિક યુવાનો અને શ્રેષ્ઠ તકનીકથી સજ્જ કરવાનો મુખ્ય ઉદેશ્ય છે. આ યોજના હેઠળ અનેક બેરોજગાર યુવાનોને નોકરી આપી આત્મનિર્ભર બનાવવામાં આવશે. અગ્નિપથ યોજના 2023માં શરૂ કરવામાં આવી. જેના બાદ સૈનિકોના પદ પર નવી ભરતી અગ્નિપથ યોજના હેઠળ કરવામાં આવી છે. આ યોજનામાં ભરતી પામાનાર યુવાનોને 4 વર્ષની સેવા બાદ મૂલ્યાંકનના આધારે 25 ટકા જવાનોને કાયમી કરાશે. અને તે અગ્નિવીર સૈનિક કહેવાશે. અગ્નિપથ યોજના હેઠળ અંદાજે 45000 યુવાનોની ભરતી કરાશે. આ યોજનામાં મહિલાઓનો પણ સમાવેશ કરવામાં આવશે.

અગ્નિપથ યોજનામાં 17 વર્ષથી લઈને 21 વર્ષના યુવાનો ભરતી માટે અરજી કરી શકશે. આ યોજનામાં પ્રવેશ માટે શૈક્ષણિક લાયકાત ધોરણ 10 કે 12 પાસની રાખવામાં આવી છે. પ્રાપ્ત માહિતી મુજબ ભારતીય સેનામાંથી 60,000 જવાનો નિવૃત્ત થાય છે. અને આ ખાલી જગ્યાઓ પર ભરતી માટે અગ્નિપથ યોજનાની શરૂઆત કરવામાં આવી. જમ્મુ-કાશ્મીરમાં મૃત્યુ પામેલ અમૃતપાલ સિંહ અગ્નિવીર જવાન છે. પરંતુ તેના મૃત્યુ પર સૈન્ય સમ્માન નહી આપતા પરિવારે દુઃખ વ્યક્ત કર્યું છે.


whatsapp ad White Font big size 2 4 અગ્નિવીર જવાન અમૃતપાલના મૃત્યુને 'સૈન્ય સમ્માન' નહી આપવા મામલે ભારતીય સેનાએ આપ્યું નિવેદન


આ પણ વાંચો : http://રેલવે પોલીસે છેલ્લા બે મહિનામાં બચાવ્યા છે 90 સગીર બાળકો

આ પણ વાંચો : http://કોંગ્રેસ કે ભાજપ, કોના રાજમાં સૌથી વધુ મોંઘવારી?

આ પણ વાંચો :  https://mantavyanews.com/kangana-ranauts-emergency-release-date-postponed-actress-reveals-reason