Flight/ હોળીની રજાઓ પર સફર કરવાની તક, 999 રુપિયામાં કરો મુસાફરી, આજથી બૂકિંગ શરુ…

જો તમે હોળી પર તમારા ઘરે જવાનું વિચારી રહ્યા છો, તો તમારી પાસે સારી તક છે. તમે સસ્તામાં હવાઇ મુસાફરી કરી શકશો. સરકારી એરલાઇન કંપની એર ઇન્ડિયા(Air India) ની સહાયક એલાયન્સ એર (Alliance Air) તેના મુસાફરો માટે મોટી ઓફરો લઈને આવી છે. આ ઓફર હેઠળ મુસાફરો ફક્ત 999 રૂપિયામાં હવાઈ મુસાફરીની મજા લઇ શકે છે. એલાયન્સ […]

India
aliance air હોળીની રજાઓ પર સફર કરવાની તક, 999 રુપિયામાં કરો મુસાફરી, આજથી બૂકિંગ શરુ...

જો તમે હોળી પર તમારા ઘરે જવાનું વિચારી રહ્યા છો, તો તમારી પાસે સારી તક છે. તમે સસ્તામાં હવાઇ મુસાફરી કરી શકશો. સરકારી એરલાઇન કંપની એર ઇન્ડિયા(Air India) ની સહાયક એલાયન્સ એર (Alliance Air) તેના મુસાફરો માટે મોટી ઓફરો લઈને આવી છે. આ ઓફર હેઠળ મુસાફરો ફક્ત 999 રૂપિયામાં હવાઈ મુસાફરીની મજા લઇ શકે છે. એલાયન્સ એરની આ ઓફર હેઠળ 60,000 સીટ બૂક થશે, જેની કિંમત 999 રૂપિયા હશે.

આ લોકોને લાભ મળશે
આ ફ્લાઇટ નોન મેટ્રો શહેરો માટે છે. કંપનીની આ ઓફર દિલ્હી અને જયપુર / પ્રયાગરાજ, હૈદરાબાદ અને બેલગામ, અમદાવાદ અને કંડલા, બેંગલુરુ અને કોચી / કોઝિકોડ રૂટ માટે છે.

VT-RKC Alliance Air ATR 72-600 (72-212A) Photo by Clément Alloing | ID 785930 | Planespotters.net

એલાયન્સ એરનો આ સેલ બે દિવસ માટે ખુલ્લો રહેશે. 15 માર્ચ સુધી ચાલશે. 13 થી 15 માર્ચ સુધીના બૂકિંગ મુસાફરો 1 એપ્રિલથી 30 સપ્ટેમ્બરની વચ્ચે મુસાફરી કરી શકશે.

કંપનીએ પોતાના નિવેદનમાં કહ્યું કે એલાયન્સ એર બજેટ ફ્રેન્ડલી ટિકિટ પ્રદાન કરી રહી છે. આનાથી સામાન્ય લોકોને લક્ઝરી ફ્લાઇટ્સમાં મુસાફરી કરવાની તક મળશે.

એલાયન્સ એરની નવી ફ્લાઇટ્સ
તાજેતરમાં એલાયન્સ એર અને પ્રાઈવેટ એરલાઇન્સ વિસ્તારા (VISTARA)એ નવી ફ્લાઇટ શરૂ કરવાની જાહેરાત કરી છે. જ્યાં એલાયન્સ એરએ દિલ્હી-દહેરાદૂન-પંતનગર રુટ પર ફરીથી ફ્લાઇટ શરૂ કરવાની જાહેરાત કરી છે.