Not Set/ ભારતીય કોસ્ટગાર્ડ/ શંકાસ્પદ સંજોગોમાં મ્યાનમારની બોટને ઝડપી, તપાસ ચાલુ

આ બોટમાં ક્રૂના 6 સભ્યો હતા. ભારતીય કોસ્ટ ગાર્ડના જણાવ્યા અનુસાર, બોટ લિટલ આંદામાન આઇલેન્ડ નજીક એક શંકાસ્પદ હાલતમાં જોવા મળી હતી. મ્યાનમારથી આ બોટ પોર્ટ બ્લેર લાવવામાં આવી રહ્યું છે, બોટ માં હાજર છ ક્રૂ સભ્યોની પૂછપરછ ચાલુ છે 20 ડિસેમ્બરે, દરિયાઇ કામગીરીમાં, ભારતીય કોસ્ટગાર્ડના જહાજ અરૂણા અસફ અલીએ મ્યાનમારના એક જહાજને પકડી પડ્યું […]

Top Stories India
tharur 6 ભારતીય કોસ્ટગાર્ડ/ શંકાસ્પદ સંજોગોમાં મ્યાનમારની બોટને ઝડપી, તપાસ ચાલુ

આ બોટમાં ક્રૂના 6 સભ્યો હતા. ભારતીય કોસ્ટ ગાર્ડના જણાવ્યા અનુસાર, બોટ લિટલ આંદામાન આઇલેન્ડ નજીક એક શંકાસ્પદ હાલતમાં જોવા મળી હતી. મ્યાનમારથી આ બોટ પોર્ટ બ્લેર લાવવામાં આવી રહ્યું છે, બોટ માં હાજર છ ક્રૂ સભ્યોની પૂછપરછ ચાલુ છે

20 ડિસેમ્બરે, દરિયાઇ કામગીરીમાં, ભારતીય કોસ્ટગાર્ડના જહાજ અરૂણા અસફ અલીએ મ્યાનમારના એક જહાજને પકડી પડ્યું છે. આ જહાજમાં ક્રૂના 6 સભ્યો હતા. ભારતીય કોસ્ટ ગાર્ડના જણાવ્યા અનુસાર, જહાજને લિટલ આંદામાન આઇલેન્ડ નજીક એક શંકાસ્પદ હાલતમાં જોવામાં આવ્યું હતું. હવે તેને વધુ તપાસ માટે 22 ડિસેમ્બરે પોર્ટ બ્લેર લઈ જવામાં આવી રહ્યું છે.

મ્યાનમારના જહાજમાં સવાર છ ક્રૂ સભ્યોની કસ્ટડીમાં લઈને પૂછપરછ કરવામાં આવી રહી છે. તેમને પોર્ટ બ્લેર પર લઈ જઈ વિગતવાર પૂછપરછ પણ કરવામાં આવશે. મ્યાનમારના શિપને પકડ્યા બાદ આંદામાનની આજુબાજુ દરિયાઇ પેટ્રોલિંગ સઘન કરવામાં આવ્યું છે.  આ જ વિસ્તારમાં થોડા દિવસો પહેલા એક ચીની જહાજ ઝી યાન -1 શંકાસ્પદ હાલતમાં જોવા મળ્યું હતું, ત્યારબાદ ભારતીય કોસ્ટગાર્ડે ચીની જહાજ ને દોડાવીને ભરતીય સીમા માંથી ખદેડી મુક્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.