plane crashed/ ભારતીય નૌકાદળનું MlG – 29 K વિમાન દુર્ઘટનાગ્રસ્ત ,પાયલોટ સાથે દરિયામાં ગરકાવ, એક પાયલોટ સલામત બીજાની શોધખોળ

ભારતીય નૌકાદળનું એક મિગ-29K ગુરુવારેના રોજ દૂર્ઘટનાગ્રસ્ત બન્યું હતું. ભારતીય નૌકાદળના જણાવ્યાં મુજબ ગુરુવાર સાંજે અંદાજે 5 વાગ્યાની આસપાસ MiG-29K વિમાન દૂર્ઘટનાગ્રસ્ત

India
mig 25k ભારતીય નૌકાદળનું MlG - 29 K વિમાન દુર્ઘટનાગ્રસ્ત ,પાયલોટ સાથે દરિયામાં ગરકાવ, એક પાયલોટ સલામત બીજાની શોધખોળ

ભારતીય નૌકાદળનું એક મિગ-29K ગુરુવારેના રોજ દૂર્ઘટનાગ્રસ્ત બન્યું હતું. ભારતીય નૌકાદળના જણાવ્યાં મુજબ ગુરુવાર સાંજે અંદાજે 5 વાગ્યાની આસપાસ MiG-29K વિમાન દૂર્ઘટનાગ્રસ્ત બની અને દરિયામાં જઇ પડ્યું છે. લડાકૂ વિમાનના એક પાયલોટને શોધી લેવામાં આવ્યો છે જ્યારે બીજાની હાલ શોધખોળ કરવામાં આવી રહી છે.

ભારતીય નૌકાદળના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે આ દૂર્ઘટના અંગે તપાસના આદેશ આપવામાં આવ્યાં છે. આ વિમાનનો એક ટ્રેઈની એરક્રાફટ તરીકે ઉપયોગ કરવામાં આવતો હતો. વિમાનના બીજા પાયલટને શોધવા માટે હાલ સર્ચ ઓપરેશ ચલાવામાં આવી રહ્યું છે. દરિયાઇ વિસ્તારમાં હવા અને પાણી પર ઓપરેશન ચલાવી પાયલટની શોધખોળ કરવામાં આવી રહી છે.

વધુમાં જણાવ્યાં મુજબ આ મિગ-29 INS વિક્રમાદિત્ય પર ઉપસ્થિત હતું. જે છેલ્લા ઘણા દિવસોમાં જ્યારે નૌકાદળએ માલાબાર એક્સાઇઝમાં ભાગ લીધો હતો ત્યારે મિગ-29K તેમાં જોડાયું હતું

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…