Not Set/ ભારતીય વૈજ્ઞાનિકોનો મોટો દાવો, કોરોના વાઈરસ વુહાન લેબમાંથી લીક ​​થવાની પૂરી સંભાવના

પુણે સ્થિત વૈજ્ઞાનિક દંપતી ડો.રાહુલ બહુલીકર અને ડો.મોનાલી રહેલકરે જણાવ્યું હતું કે, ચીનના વુહાન લેબમાંથી જ કોરોના વાયરસ બહાર આવવાના મજબુત પુરાવા મળ્યા છે.

Top Stories India
magava 8 ભારતીય વૈજ્ઞાનિકોનો મોટો દાવો, કોરોના વાઈરસ વુહાન લેબમાંથી લીક ​​થવાની પૂરી સંભાવના

કોરોના વાયરસની ઉત્પત્તિ વુહાનની વાઈરોલોજી લેબ માંથી થઇ છે. કોઈ વેટ માર્કેટ કે કોઈ મચ્છી માર્કેટ માંથી નથી આવ્યો.  જે ચીન ગાઈ વગાડીને કહી રહ્યું છે તે તમામ તેની વાર્તાઓ છે.  ભારતીય વૈજ્ઞાનિક દંપતી  જે વિશ્વ સ્તરે કોરોનાના મુળની ઉત્પત્તિ અંગે સંશોધન કરી રહેલા ગ્રુપ સાથે જોડાયેલું છે. તેમના દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે કોરોના વાઈરસ વુહાનની લેબમાંથી જ ઉત્પન્ન કરવામાં આવ્યો છે. આ વૈજ્ઞાનિકો કોરોના વાયરસની ઉત્પત્તિ વિશેના નક્કર પુરાવા એકત્રિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. પુણે સ્થિત વૈજ્ઞાનિક દંપતી ડો.રાહુલ બહુલીકર અને ડો.મોનાલી રહેલકરે જણાવ્યું હતું કે, ચીનના વુહાન લેબમાંથી જ કોરોના વાયરસ બહાર આવવાના મજબુત પુરાવા મળ્યા છે.

પછી દલીલો નામંજૂર કરવામાં આવી

આ બંનેએ અગાઉ પણ આ પ્રકારનો દાવો કર્યો હતો પરંતુ ત્યારે તેમની દલીલો કાવતરું ગણાવી હતી. હવે યુએસના રાષ્ટ્રપતિ જો બિડેને  કોરોના વાયરસના મૂળને શોધવા આદેશ આપ્યો છે, તો ફરી એકવાર આ મામલો ચર્ચામાં આવ્યો છે. તેમના સંશોધન અંગે ડો.રાહલકરે કહ્યું કે તેઓ નિશ્ચિતતા સાથે કહી શકતા નથી કે વાયરસ લેબમાંથી બહાર આવ્યો હતો, પરંતુ આ સંભાવનાની તરફેણમાં મજબૂત પુરાવા છે.

વુહાન લેબે યન્નનની ખાણમાંથી વાયરસ એકત્રિત કરે છે

ડો.રાહલકરે કહ્યું કે અમે ગયા વર્ષે એપ્રિલમાં અમારું સંશોધન શરૂ કર્યું હતું. અમને જાણવા મળ્યું કે વુહાન ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાઈરોલોજી (ડબ્લ્યુઆઇવી) એ દક્ષિણ ચીનના યન્નન પ્રાંતના મોજિયાંગમાં સ્થિત માઈનશાફ્ટમાંથી સાર્સ-કો -2 ફેમિલી કોરોનાવાયરસ આરએટીજી 12 એકત્રિત કર્યું છે.

ઓછા વેક્સીનેશનથી અકળાયા અધિકારી / સરપંચો વેક્સીન નહિ લે તો વર્કઓર્ડર નહિ આપવાનું અધિકારીઓ દ્વારા ફરમાન

માઈનશાફ્ટની સફાઇ કરતા કામદારો બીમાર પડ્યાં હતાં

તેમણે કહ્યું કે અમને એ પણ જાણવા મળ્યું છે કે, માઈનશાફ્ટને સાફ કરવા માટે છ મજૂરો મોકલવામાં આવ્યા હતા જ્યાં બેટનો આતંક હતો. ત્યાં આ મજૂરો ન્યુમોનિયા જેવી બિમારીથી પીડિત બન્યા હતા.

લેબમાં વાયરસના જિનોમમાં ફેરફારની શંકા

તેમણે કહ્યું કે વુહાનમાં ડબ્લ્યુઆઇવી અને અન્ય પ્રયોગશાળાઓ વાયરસ પર પ્રયોગો કરી રહ્યા હતા અને તેમને શંકા છે કે તેઓએ કોરોના વાયરસના જિનોમમાં કેટલાક ફેરફાર કર્યા છે. શક્ય છે કે, વર્તમાન કોરોના વાયરસની ઉત્પત્તિ આ પ્રક્રિયા દરમિયાન થઈ છે.

ચૂંટણી પ્રચાર કે એકતાનું પ્રતિક ? / સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રાંગણમાં કોરિયન મટીરીયલથી  59.54 લાખનું ડિજિટલ કમલ ખીલશે

સીકર નામના ટ્વિટર યુઝરે સંપર્ક કર્યો

ડો.બહુલીકરે કહ્યું કે તેમનો સંશોધન અધ્યયન પ્રિન્ટ થાય તે પહેલા, તેમનો સંપર્ક સીકર નામના ટ્વિટરયુઝર દ્વારા કરવામાં આવ્યો હતો. જે ડ્રેસ્ટિક નામના જૂથ સાથે સંકળાયેલ છે.  આ ઇન્ટરનેટ પર જોડાયેલા આખા વિશ્વના લોકોનું એક જૂથ છે જે કોરોના વાયરસના મૂળ વિશે નક્કર પુરાવા એકત્રિત કરવાનો પ્રયાસ કરી રહ્યો છે.

વાયરસ બેટથી ફેલાય તેવી શક્યતા નથી

ડો.બહુલીકરના દૃષ્ટિકોણને સમર્થન આપતા ડો.  રહેલકરે કહ્યું કે યન્નન પ્રાંતમાંથી  કોરોના વાયરસ ફેલાય તેવી સંભાવના નથી, કેમ કે ત્યાં કોરોના કેસ મળ્યા નથી.  આ સંભાવનાની તરફેણમાં પણ કોઈ પુરાવા નથી કે કોરોના વાયરસ પહેલા બેટથી મનુષ્યમાં આવ્યો અને તે પછી માછલી બજારોમાંથી ફેલાયો. આ સિવાય વાયરસનું સ્ટ્રક્ચર એવું છે કે તે મનુષ્યને તરત જ ચેપ લગાડે છે અને આ સૂચવે છે કે તે લેબમાંથી જ આવ્યો હોવો જ જોઇએ.

બારડોલી: મોટા ઉપાડે પાલિકાએ CCTV કેમેરા તો લગાવ્યા, પણ માત્ર ૩ જ વર્ષના ટૂંકાગાળામાં, જ્યાં હતા ત્યાં !!

WHO ની તપાસ પર પ્રશ્નો ઉભા થયા

તેઓએ એવો પણ આક્ષેપ કર્યો છે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબ્લ્યુએચઓ) એ લેબમાંથી કોરોના વાયરસ નીકળવાની સંભાવનાની તપાસ કરવા માટે પૂરતું સંશોધન કર્યું નથી. તેમણે કહ્યું કે તેઓ આ શક્યતાની તપાસની માંગ કરી રહ્યા છે અને ડબ્લ્યુએચઓને આ સંદર્ભે ત્રણ પત્રો પણ લખ્યા છે.