Under19 World Cup/ અંડર-19 વર્લ્ડ કપ અને ટ્રાઈ સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત,આ ખેલાડીઓને મળ્યું સ્થાન

પસંદગીકારોએ દક્ષિણ આફ્રિકામાં આગામી ત્રિકોણીય શ્રેણી માટે અંડર-19 ટીમની પણ જાહેરાત કરી છે.

Top Stories Sports
2 2 8 અંડર-19 વર્લ્ડ કપ અને ટ્રાઈ સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત,આ ખેલાડીઓને મળ્યું સ્થાન

BCCIની જુનિયર ક્રિકેટ કમિટીએ ICC મેન્સ અંડર-19 વર્લ્ડ કપ માટે ભારતની અંડર-19 ટીમની જાહેરાત કરી છે. પસંદગીકારોએ દક્ષિણ આફ્રિકામાં આગામી ત્રિકોણીય શ્રેણી માટે અંડર-19 ટીમની પણ જાહેરાત કરી છે. ભારત, ઈંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની ત્રિકોણીય શ્રેણી 29 ડિસેમ્બર 2023થી શરૂ થશે. જ્યારે છેલ્લી મેચ 10 જાન્યુઆરી 2024ના રોજ રમાશે.

ઉદય સહારન આવતા વર્ષે દક્ષિણ આફ્રિકામાં યોજાનાર અંડર-19 વર્લ્ડ કપમાં ભારતનું નેતૃત્વ કરશે. પસંદગીકારોએ 19 જાન્યુઆરીથી શરૂ થનારી આગામી ટુર્નામેન્ટ માટે અંડર-19 એશિયા કપની ટીમને જાળવી રાખી છે.ત્રિકોણીય શ્રેણી બાદ અંડર-19 ટીમ આગામી ICC મેન્સ અંડર-19 વર્લ્ડ કપ માટે તૈયારીઓ શરૂ કરશે. ટીમ ઈન્ડિયા ગ્રુપ Aમાં બાંગ્લાદેશ, આયરલેન્ડ અને અમેરિકાની સાથે છે. ભારતીય ટીમ 20 જાન્યુઆરીએ બ્લૂમફોન્ટેનમાં બાંગ્લાદેશ સામેની ટક્કરથી તેના U19 વર્લ્ડ કપ અભિયાનની શરૂઆત કરશે. આ પછી, ભારત તેની આગામી બે ગ્રુપ મેચો અનુક્રમે 25 અને 28 જાન્યુઆરીએ આયર્લેન્ડ અને યુએસએ સામે રમશે. આ ટુર્નામેન્ટની ફાઈનલ 11 ફેબ્રુઆરી, 2024ના રોજ બેનોનીમાં રમાશે.

અંડર 19 વર્લ્ડ કપ માટેની ભારતીય ટીમઃ અરશિન કુલકર્ણી, આદર્શ સિંહ, રુદ્ર મયુર પટેલ, સચિન ધાસ, પ્રિયાંશુ મોલિયા, મુશીર ખાન, ઉદય સહારન (કેપ્ટન), અરવેલી અવનીશ રાવ (વિકેટકીપર), સૌમ્ય કુમાર પાંડે (વાઈસ-કેપ્ટન), મુરુગન અભિષેક, ઇનેશ મહાજન (વિકેટકીપર), ધનુષ ગૌડા, આરાધ્યા શુક્લા, રાજ લિંબાણી અને નમન તિવારી.

બેકઅપ ખેલાડીઓ: દિગ્વિજય પાટીલ , જયંત ગોયાત , પી વિગ્નેશ  કિરણ ચોરમલે 

આ પણ વાંચો:સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમને અપગ્રેડ કરવાની યોજના, 180 કરોડનો થશે ખર્ચ

આ પણ વાંચો:હવે આણંદની ક્રીસેન્ટ રેસ્ટોરેન્ટ વિવાદમાં, મસાલા પાપડમાંથી નીકળ્યો વંદો

આ પણ વાંચો:ડુંગળીની નિકાસ બંધ કરી દેતા ખેડૂતો પારાવાર મુશ્કેલીમાં મુકાયા